- રશિયા યુક્રેન વિવાદ
- પુતિનને પોતાની હત્યાનો ડર?
- 1000 પર્સનલ સ્ટાફના લોકોનો નોકરીમાંથી કાઢ્યા
દિલ્હી : રશિયા યુક્રેન વચ્ચે થયેલા વિવાદ બાદ સમગ્ર વિશ્વ અત્યારે રશિયાની વિરુદ્ધમાં આવી ગયું છે. પશ્ચિમના દેશો દ્વારા આર્થિક રીતે દબાણ બનાવવામાં આવતા રશિયાની હાલત હવે ખરાબ થઈ છે. આવામાં મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે રશિયાના રાષ્ટ્રપતિએ પોતાની હત્યા થઈ જવાના ડરથી 1000 લોકોને નોકરીમાંથી છૂટા કરી દીધા છે.
યુક્રેન પર રશિયાના હુમલાની વિશ્વભરના દેશો દ્વારા વ્યાપકપણે નિંદા કરવામાં આવી છે. આ ઉપરાંત, વિશ્વભરમાં પુતિન અને તેના સાથીદારો પર આકરા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. રશિયા પર પણ પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.
યુએસ અને પશ્ચિમી અધિકારીઓએ ફેબ્રુઆરીમાં વારંવાર ચેતવણી આપી હતી કે રશિયા યુક્રેન સાથેની તેની સહિયારી સરહદ પર સૈનિકો એકત્ર કરી રહ્યું છે. તેનો ઈરાદો યુક્રેન પર હુમલો કરવાનો છે. જોકે, ક્રેમલિને સતત હુમલાની શક્યતાને નકારી કાઢી હતી. પરંતુ 24 ફેબ્રુઆરીએ પુતિનના આદેશ પર યુક્રેન પર હુમલો કરવામાં આવ્યો હતો.
અમેરિકાના દક્ષિણ કેરોલિનાના સાંસદ લિન્ડસે ગ્રેહામે ડેઈલી બીસ્ટને કહ્યું કે આવું કોઈ વિદેશી સરકાર દ્વારા કરવામાં નહીં આવે. તેમણે કહ્યું, તે ક્રેમલિનની અંદરથી એક પ્રયાસ હશે. રશિયન ગુપ્તચર સંભવતઃ એકમાત્ર સંસ્થા બાકી છે જે લોકોને મારવા માટે ઝેર આપે છે. ઝેરની ઘટનાઓ અગાઉ ક્રેમલિન (રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલય) સાથે જોડવામાં આવતી હતી. પુતિનના સૌથી મોટા વિવેચક એલેક્સી નવાલનીને ઓગસ્ટ 2020 માં નોવિચિક આપવામાં આવ્યું હતું. પરંતુ સમયસર સારવાર મળવાને કારણે તેઓ બચી ગયા હતા. જો કે હાલમાં તેઓ રશિયાની જેલમાં બંધ છે.
અમેરિકાના દક્ષિણ કેરોલિનાના સાંસદ લિન્ડસે ગ્રેહામે રશિયાના રાષ્ટ્રપતિની હત્યાની વાત કરી છે. આ મહિનાની શરૂઆતમાં ગ્રેહામે પુતિનની સરખામણી એડોલ્ફ હિટલર સાથે કરી હતી. તેમણે કહ્યું કે યુદ્ધને સમાપ્ત કરવાનો એકમાત્ર રસ્તો એ છે કે કોઈ વ્યક્તિ આ વ્યક્તિને ખતમ કરી દે.