Site icon Revoi.in

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતીય જહાજ ‘તબર’ પર સવાર થયા, ભારતનો આભાર માન્યો

Social Share

નવી દિલ્હીઃ INS તબરમાં સવાર રશિયન રાષ્ટ્રપતિ પુતિને રશિયાની નેવી ડે પરેડમાં ભાગ લેનાર ભારતીય નૌકાદળના જવાનોને શુભેચ્છા પાઠવી હતી. ભારતીય જહાજનું સેન્ટ પીટર્સબર્ગ પહોંચતા જ રશિયન નેવી દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ જહાજ 30 જુલાઈ સુધી રશિયાની મુલાકાતે રહેશે.

ભારતીય જહાજ આઈએનએસ તબર રશિયન ફેડરેશનની નૌકાદળની 328મી વર્ષગાંઠ નિમિત્તે મુખ્ય નેવલ પરેડમાં ભાગ લેવા 25 જુલાઈના રોજ સેન્ટ પીટર્સબર્ગ પહોંચ્યું હતું. અહીં રશિયન નેવીના ખલાસીઓએ ભારતીય જહાજનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આઈએનએસ તબરે, 28 જુલાઈના રોજ પરેડમાં ભાગ લઈને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

વાઈસ એડમિરલ તરુણ સોબતી અને ઈન્ડિયન નેવલ બેન્ડના નેતૃત્વમાં, ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ દ્વારા મુખ્ય નૌકાદળ પરેડમાં ભારતીય નૌકાદળનું પ્રતિનિધિત્વ પણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાએ ભારત અને રશિયન નૌકાદળ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવામાં ફાળો આપ્યો. રશિયન નૌકાદળ દિવસની ઉજવણીમાં બંને નૌકાદળો વચ્ચે સહભાગિતા, વ્યાવસાયિક ક્રિયાપ્રતિક્રિયાઓ અને પાસેક્સ અભ્યાસ નો સમાવેશ થાય છે.

સેન્ટ પીટર્સબર્ગમાં નૌકાદળ પરેડમાં ભાગ લેવા માટે રશિયન રાષ્ટ્રપતિ પુતિન ભારતીય નૌકાદળના જહાજ આઈએનએસ તબર પર સવાર થયા. ભારતીય નૌકાદળના ખલાસીઓને અભિનંદન આપતા પુતિને રશિયન પરેડમાં ભાગ લેવા બદલ ભારતીય ખલાસીઓનો આભાર માન્યો હતો.

ભારતીય જહાજની રશિયાની આ મુલાકાત બંને દેશો વચ્ચેના દરિયાઈ સહયોગને વધુ મજબૂત બનાવે છે, જે નૌકાદળ વચ્ચેની આંતર-કાર્યક્ષમતા પર આધારિત છે. આ યાત્રા ભારત સરકારની ‘વસુધૈવ કુટુંબકમ’ નીતિને અનુરૂપ છે.