રશિયાના રાષ્ટ્રપતિ પુતિને PM મોદીને કર્યો ફોન,મહત્વના મુદ્દા પર થઈ ચર્ચા
- રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીને કર્યો ફોન
- અનેક મુદ્દા પર થઈ ચર્ચા
- ભારત અને રશિયા નજીક આવી રહ્યા છે?
નવી દિલ્હી: રશિયા અને ભારત વચ્ચે રાજનીતિક સંબંધોમાં તો ઉતાર ચઢાવ આવતો રહે છે. હવે ફરીવાર એવો સમય આવ્યો છે કે જ્યારે ભારત છેલ્લા કેટલાક સમયથી રશિયાની નજીક જોવા મળી રહ્યું હોય. વાત એ છે કે રશિયાએ એસ-400ની પહેલી રેજીમેન્ટ ભારતને પહોંચાડી, એકે-203ની ડીલ ફાઈનલ કરી, રશિયાના રાષ્ટ્રપતિ ભારત પ્રવાસે આવ્યા અને અત્યારે હવે ફોન પણ આવ્યો.. તો આ બધા મુદ્દા છે કે જે બતાવે છે રશિયા ફરીવાર ભારત સાથે સંબંધોને વધારે સુધારવા માગી રહ્યું છે.
જાણકારી અનુસાર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન પર વાતચીત કરી અને એશિયા પ્રશાંત વિસ્તાર માં સ્થિતિ પર વિચારોનું આદાન પ્રદાન કર્યું. એક રશિયાના અધિકારીએ આ જાણકારી આપી. હિન્દ પ્રશાંત વિસ્તારને હંમેશા એશિયા-પ્રશાંત ક્ષેત્રના નામે ઓળખવામાં આવે છે.
રશિયાના અધિકારીએ કહ્યું કે બંને નેતાઓએ 6 ડિસેમ્બરના રોજ પુતિનના ભારત પ્રવાસ દરમિયાન અંતિમ સ્વરૂપ અપાયેલી સમજૂતિઓને લાગૂ કરવાના વ્યવહારિક પહેલુઓ પર ચર્ચા કરી. અધિકારીએ કહ્યું કે પુતિને છ ડિસેમ્બરના રોજ નવી દિલ્હીની ઉચ્ચ સ્તરની યાત્રા દરમિયાન રશિયન શિષ્ટમંડળના આતિથ્ય સત્કાર બદલ નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.