રશિન રાષ્ટ્રપતિ પુતિને 3 લાખ જેટલા સૈનિકો તૈનાત કરવાના આદેશ આપ્યા, પશ્વિમી દેશોને આપી ચેતવણી
- રશિયાના રાષ્ટ્રપતિ પુતિન એ આપી ધમકી
- પશ્મિમિ દેશો સામે કરી શકે છે હુમલો
- 3 લાખ સૈનિકોને તૈનાત કરવાના આદેશ જારી કર્યા
દિલ્હીઃ- રશિયા એ યુક્રેનને પુરી રીતે તબાહ કરવામાં કોઈ કસર છોડી નથી ,આક્રમણ કરવાને પણ મહિનાઓ વીતી ગયા આ બબાતે રશિયન રાષ્ટ્રપતિ પુતિન હંમેશા વિવાદ સાથે ઘેરાયેલા રહે છે ત્યારે ફરી એક વખતે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પશ્ચિમી દેશો સાથેના સંઘર્ષની સ્થિતિ વચ્ચે આજરોજ આંશિક સૈન્ય એકત્રીકરણનો આદેશ આપ્યો છે. આ સાથે તેણે પશ્ચિમી દેશો ખાસ કરીને અમેરિકાને કડક ચેતવણી આપી છે. પુતિને કહ્યું કે હવે દેશમાં 3 લાખ જેટલા રિઝર્વ સૈનિકો તૈનાત કરવામાં આવશે.આ સાથે જ રાષ્ટ્રપતિ પુતિને આરોપ લગાવ્યો હતો કે પશ્ચિમી દેશો રશિયાને નષ્ટ અને નબળું પાડવાનું કાવતરું ઘડી રહ્યા છે.
પુતિને આ દરમિયાન કહ્યું કે પશ્ચિમે હવે સીમા પાર કરી છે. પશ્ચિમ રશિયાને નબળું પાડવા, ભાગલા પાડવા અને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પુતિને કહ્યું કે યુક્રેનનું લુહાન્સ્ક પીપલ્સ રિપબ્લિક આઝાદ થઈ ગયું છે અને ડોનેટ્સક પીપલ્સ રિપબ્લિક પણ આંશિક રીતે આઝાદ થઈ ગયું છે.
ઉલ્લેખનીય છે કે યુક્રેનના બે શહેરો ડોનેત્સ્ક અને લુહાન્સ્કને રશિયાનો ભાગ બનાવવાની યોજના ચાલી રહી છે. માનવામાં આવે છે કે આ માટે 23 સપ્ટેમ્બરથી મતદાન થશે. યુક્રેનના ડોનબાસ પ્રાંતનો ભાગ ડોનેત્સ્ક અને લુહાન્સ્ક રશિયા અને યુક્રેન વચ્ચે તણાવનું મુખ્ય સ્ત્રોત છે ત્યારે હવે આ સ્થિતિ વચ્ચે રશિયન રાષ્ટ્રપતિએ સૈનિકોની તૈનાતીના આદેશ જારી કર્યા છે.
તેમણે કહ્યું કે પશ્ચિમી દેશો રશિયાને તોડી પાડવાના પ્રત્યનોમાં છે પરંતુ તેમના દેશબંધુઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આ પગલું ભરી રહ્યા છે. સ્પેશિયલ મિલિટરી ઓપરેશન ‘યુક્રેન વોર’નું અમારું લક્ષ્ય યથાવત રહેશે. પુતિને તેમના દેશના લશ્કરી બેરિકેડ માટેના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે જે આજરોજથી અનલી બની રહ્યા છે.પુતિને અમેરિકા સહિત પશ્ચિમી દેશોને ધમકી આપતાં કહ્યું હતું કે પરમાણુ હુમલાની ચેતવણીને હળવાશથી ન લેવી જોઈએ. તેમણે કહ્યું કે પરમાણુ ચેતવણી કોઈ નાટક નથી. જો રશિયા પર ખતરો છે, તો અણુ હુમલો કરવાથી તે પીછે હટ નહીં જ કરે