Site icon Revoi.in

રશિયાના રાષ્ટ્રપતિએ PM મોદી બાદ હવે ભારતના લોકોની કરી પ્રસંશા – કહ્યું ‘મહેનતુ, પ્રતિભાશાળી લોકોમાં દરેક ક્ષમતા છે’

Social Share

દિલ્હીઃ-  રશિયાના રાષ્ટ્રપતિ વ્હાદિમીર પિતિને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઘણી વખત પ્રસંશાો કરી છે સાથએ જ ભારતના પણ ખૂબ વખાણ કર્યા છે ત્યારે હવે તેમણ ેભારતની જનતાના વખાણ કર્યા છે અને કહ્યું કે ભારતની જનતામાં દરેક ક્ષમતા હજાર છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે  રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતના નાગરિકોને પ્રતિભાશાળી, ખૂબ જ મહેનતુ અને મહત્વાકાંક્ષી ગણાવ્યા છે.વિતેલા દિવસને  શુક્રવારના રોજ રશિયાના એકતા દિવસના અવસર પર પુતિને કહ્યું કે ભારત તેના વિકાસના સંદર્ભમાં શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત કરશે. તેમાં કોઈ શંકા નથી અને લગભગ 1.5 અબજ લોકો પાસે હવે આ ક્ષમતા છે.

આ પહેલા તેમણે 27 ઓક્ટોબરના રોજ પીએમ મોદીના વખાણ કર્તા કહ્યું હતું કે  તેઓ સાચા દેશભક્ત છે. પુતિને કહ્યું કે પીએમ મોદી દુનિયાના એવા લોકોમાંથી એક છે જે પોતાના દેશના હિતમાં સ્વતંત્ર વિદેશ નીતિને આગળ વધારવામાં સક્ષમ છે. ભારતે વિશ્વમાં દરેક વ્યક્તિ પાસેથી સન્માન મેળવ્યું છે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને વધુમાં એમ પણ કહ્યું કે રશિયાનો ભારત સાથે ક્યારેય કોઈ વિવાદ  થયો નથી અને બંને દેશોએ હંમેશા એકબીજાને ટેકો આપ્યો છે.  ભારતનો તેમના દેશ સાથે ખાસ સંબંધ છે, જે દાયકાઓથી ખરેખર ગાઢ સહકારી સંબંધોના પાયા પર બનેલો છે. ઉ

ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બરમાં પુતિન અને મોદી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની સમિટમાં મળ્યા હતા. જ્યાં પીએમ મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિનને યુક્રેનમાં યુદ્ધ ખતમ કરવાની વિનંતી કરી. પીએમ મોદીએ કહ્યું હતું કે આજનો યુગ યુદ્ધનો નથી, પુતિને વાતચીતના માર્ગ પર પાછા ફરવું જોઈએ આ વાતને લઈને દેશ વિદેશના નેતાઓએ પીએમ મોદીનની પ્રસંશા કરી હતી અને ખાસ પુતિને પણ તેમના વખાણ કર્યા હતા ત્યારે હવે તેમણે ભારતના લોકોના પણ વખામ કર્યા છે.