Site icon Revoi.in

યુક્રેનની સામે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કરી સૈન્ય કાર્યવાહીની જાહેરાત

Social Share

નવી દિલ્હીઃ યુક્રેન-રશિયા હવે યુદ્ધની ખુબ જ નજીક પહોંચી ગયું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનએ યુક્રેન સામે સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, યુક્રેન-રશિયાના યુદ્ધને ટાળી શકાશે નહીં. પુતિન તરફથી કહેવાયું છે કે, રશિયા સ્પેશિયલ મિલિટ્રી ઓપરેશન લોન્ચ કરી રહ્યું છે. તેમણે લક્ષ્ય યુક્રેનના ગેરકાયદેફોજીકરણ છે. પુતિનની તરફથી યુક્રેનની સેનાને કહેવામાં આવ્યું છે કે, તેઓ હથિયાર નીચે મુકીને પોતાના ઘરે જતા રહે.

રશિયાના રાષ્ટ્રપતિએ યુક્રેનની સામે સૈન્ય ઓપરેશનની જાહેરાત કરીને ધમકી પણ આપવામાં આવી છે. જેમાં કહેવાયું છે કે, બહારના કોઈ પણ આમા દખલ કરવાનો પ્રયાસ કરશે તો તેને ગંભીર પરિણામ ભોગવવા પડશે. તમામ જરૂરી નિર્ણય લઈ લેવાયાં છે. પોતાની આપાતકાલિન સ્પીચમાં પુતિને કહ્યું કે, આ વિવાદ અમારા માટે જીવન-મરણનો સવાલ છે. યુક્રેને લાલ રેખા પાર કરી છે. યુક્રેન નીયો-નાજીનું સમર્થન કરે છે. આ માટે અમે સ્પેશિયલ મિલીટ્રી ઓપરેશન શરૂ કર્યું છે.

રશિયાએ પોતાના સંબોધનમાં યુક્રેનના સૈનિકોનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, તમારા પુર્વજ નાજીઓ સાથે લડતા હતા. યુક્રેનની રાજધાની કીવના નાજીઓના ઓર્ડર ના માનો, પોતાના હથિયાર નીચે મુકી દો અને ઘરે જતા રહો, બીજી તરફ તરફ નાટો મુદ્દે પુતિને કહ્યું કે, સૈન્ય કાર્યવાહીનું જે પરિણામ આવશે અમે તૈયાર છે, અમે અમારી તરફથી તમામ નિર્ણય લઈ લીધા છે.