- રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે ટર્મ સુધી રાષ્ટ્રપતિ બની રહેશે
- સોમવારના રોજ કાયદો લાગૂ કર્યો
દિલ્હી – રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારના રોજ એવા કાયદાને અંતિમ મંજૂરી આપી છે જે કાયદો તેમણે તેઓ વધુ બે ટર્મ માટે રાષ્ટ્રપતિ પદ પર ટકાવી રાખશે.આ નિયમની મંજૂરી સાથે, પુતિન રશિયામાં વર્ષ 2036 સુધી સત્તામાં રહેશે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, રશિયામાં રાષ્ટ્રપતિનો કાર્યકાળ છ વર્ષનો છે.
વ્લાદિમીર પુતિન છેલ્લા બે દાયકાઓથી પણ વધુ સમયથી રશિયાની સત્તામાં જોવા મળે છે,આ સમગ્ર મામલે સરકારના કાયદાની જાણકારી પોર્ટલ પર રજુ કરવામાં આવી છે,જે પ્રમાણે પુતિને વિતેલા દિવસને સોમવારે કાયદા પર હસ્તાક્ષર કર્યા હતા. આ કાયદાની મંજૂરી સાથે, તે હવે 2024 માં વર્તમાન મુદત પુરી થયા પછી પણ હવે આગામી ચૂંટણીઓમાં ઊભા રહી શકશે.
વિતેલા વરિષ દરમિયાન 1લી જુલાઈના રોજ યોજાયેલા બંધારણીય મતદાનમાં એક એવી જોગવાઈનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો કે ,જેમાં પુતિનને વધુ બે વખત રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ભાગ લેવાની મંજૂરી પ્રદાન કરે છે.તેમનું કહેવું છે કે, તેઓ આ બાબતે વિચારણા કરશે કે ફરીથી રાષ્ટ્રપતિ પદ માટે મેદાનમાં ઉતરશે કે નહી.
સાહિન-