- જાપાન પર રશિયાની મોટી કાર્યવાહી
- PM કિશિદા સહિત 63 જાપાનીઓના પ્રવેશ પર પ્રતિબંધ
- રશિયાના વિદેશ મંત્રાલયે કરી જાહેરાત
દિલ્હી:યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાએ જાપાન પર મોટી કાર્યવાહી કરી છે. રશિયાએ જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સહિત દેશના 63 અધિકારીઓ પર પ્રતિબંધ મૂક્યો છે.જેમાં વિદેશ મંત્રી યોશિમાસા હયાશી અને રક્ષામંત્રી નોબુઓ કિશી અને અન્ય ઘણા અધિકારીઓ સામેલ છે. રશિયાના વિદેશ મંત્રાલયે બુધવારે આની જાહેરાત કરી હતી.
મંત્રાલયના આ પ્રતિબંધ પાછળનું કારણ અનિયંત્રિત બયાનબાજી હોવાનું કહેવાય છે.રશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું કે,આ લોકોના પ્રવેશ પર અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. મંત્રાલયનું કહેવું છે કે,આ લોકો મોસ્કો વિરુદ્ધ ખોટા નિવેદનો આપે છે. આ જ કારણ છે કે,જાપાન સામે આ પ્રકારનું વલણ અપનાવવામાં આવ્યું છે.