યુક્રેન સામેની સૈન્ય કાર્યવાહીમાં રશિયાનો મોટો ઝટકો, મેજર જનરલનું મોત
નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને આજે સતત આઠમા દિવસે પણ બંને સેનાઓ વચ્ચે જંગ ખેલાયું હતું. રશિયાએ કિવ અને ખારકીવ ઉપર બોમ્બથી હુમલા કર્યાં હતા. દરમિયાન રશિયન આર્મીના મેજર જનરલનું મૃત્યુ થયાનું જાણવા મળે છે. આમ યુદ્ધમાં રશિયાને મોટો ઝાટકો લાગ્યો હોવાનું જાણવા મળે છે.
રશિયન સેના યુક્રેનમાં ભીષણ યુદ્ધ લડી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં રશિયન મિસાઈલોએ કિવ અને ખાર્કિવને નષ્ટ કરી નાખ્યું છે. યુક્રેનનું ખેરસન શહેર હવે રશિયાના કબજા હેઠળ છે. પરંતુ આ લડાઈમાં યુક્રેનની સાથે રશિયાને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. આ યુદ્ધમાં રશિયન મેજર જનરલ રેન્કના અધિકારી આંદ્રે સુખોવેત્સ્કીનું મોત થયું છે. યુક્રેન વતી આ યુદ્ધમાં માત્ર સેના જ નહીં પરંતુ 20 હજારથી વધુ લોકો ભાગ લઈ રહ્યા છે, જેમને ઝેલેન્સકીએ હથિયાર આપ્યા છે. ઈસ્ટર્ન યુરોપ મીડિયા પ્લેટફોર્મએ દાવો કર્યો છે. મેજર જનરલ આન્દ્રે સુખોવેત્સ્કીનું મૃત્યુ એ રશિયન રેન્કના પ્રથમ ઉચ્ચ અધિકારી છે અને પુતિનની સેના માટે મોટો ફટકો છે. ગયા ગુરુવારે શરૂ થયેલા યુદ્ધને હવે આઠ દિવસ વીતી ગયા છે. દેખીતી રીતે આ લડાઈ પુતિને કલ્પના કરી હતી તે રીતે થઈ નથી. બંને સેના એકબીજાને ગંભીર ઈજા પહોંચાડવાનો દાવો કરી રહી છે. ભારત સહિત દુનિયાના તમામ દેશોની નજર હાલ બંને દેશ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ ઉપર મંડાયેલી છે અને હવે રશિયાના રાષ્ટ્રપતિનું આગામી સ્ટેપસ શું હશે તે અંગે વિચારી રહ્યાં છે.