Site icon Revoi.in

યુદ્ધગ્રસ્ત યુક્રેનના બુચામાં રશિયાના લશ્કરી કમાન્ડરે નરસંહારનો આદેશ કર્યો હતો

Social Share

નવી દિલ્હીઃ યુક્રેનના બૂચામાં નરસંહારનો વાસ્તવિક ગુનેગાર રશિયન લશ્કરી કમાન્ડર અજાત્બેક ઓમુરબેકોવ હતો. તેણે રશિયન સૈનિકોને પચાસ વર્ષથી ઓછી ઉંમરના પુરુષોને ઓળખીને મારી નાખવા અને મહિલાઓ પર સામૂહિક બળાત્કાર કરવાનો આદેશ આપ્યો હતો. આ દાવો બ્રિટિશ મીડિયાએ કર્યો છે. પોતાના રિપોર્ટમાં તેણે રશિયન કમાન્ડરને બુચાનો કસાઈ ગણાવ્યો છે.

રિપોર્ટ અનુસાર, સેપરેટ મોટરાઈઝ્ડ રાઈફલ બ્રિગેડના કમાન્ડર અજાત્બેક ઓમુરબેકોવે નાગરિકોની હત્યા કર્યા બાદ તેમના પરિવારજનોને મૃતદેહોને દફનાવવા માટે માત્ર વીસ મિનિટનો સમય આપ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સૈન્ય કમાન્ડરે યુદ્ધ પહેલા ઓર્થોડોક્સ ચર્ચના પાદરી પાસેથી આશીર્વાદ પણ લીધા હતા.

રશિયન હુમલામાં બચા મૃતદેહોની તપાસ કરતા અધિકારીઓને હુમલામાં બચી ગયેલા લોકોએ જણાવ્યું હતું કે રશિયન સૈનિકોએ અહીં આવીને નાગરિકો પાસે દસ્તાવેજો માંગ્યા હતા. આ દરમિયાન જ્યાં પણ તેને ખતરો હોવાનું લાગ્યું ત્યાં તેણે નાગરિકોને ગોળી મારી દીધી હતી. નાગરિકો પર યુક્રેનિયન આર્મીના ટેટૂઝની શોધમાં ઘણા નાગરિકોના કપડાં પણ બળજબરીથી ઉતારવામાં આવ્યા હતા અને મહિલાઓ પર બળાત્કાર પણ કરવામાં આવ્યો હતો.

મીડિયા અહેવાલોમાં નરસંહાર માટે દોષી ઠેરવવામાં આવતા રશિયન કમાન્ડરને 2014માં રશિયાના નાયબ રક્ષા મંત્રી દિમિત્રી બુલ્ગાકોવ દ્વારા ઉત્કૃષ્ટ કાર્ય માટે સૈન્ય મેડલ પણ એનાયત કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ, આર્મી કમાન્ડર તેના સૈનિકો દ્વારા કરવામાં આવેલા કોઈપણ યુદ્ધ અપરાધો માટે જવાબદાર છે.