- રશિયા યુક્રેન વચ્ચે વિવાદ
- રશિયાના યુક્રેનમાં આર્મી ઓપરેશન
- ત્રીજા રાઉન્ડની વાત પૂર્ણ
રશિયા દ્વારા હાલ યુક્રેનમાં આર્મી ઓપરેશન ચલાવવામાં આવે છે તેને લઈને હવે બંને દેશના અધિકારીઓ વાતચીત કરી રહ્યા છે. ત્રીજા રાઉન્ડની વાત અત્યારે ખતમ થઈ ગઈ છે પણ યુદ્ધવિરામને લઈને કોઈ પણ પરિણામ આવ્યું નથી. બધાની નજર ત્રીજા રાઉન્ડની વાતચીત પર ટકેલી હતી. પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચેની વાતચીતના ત્રીજા રાઉન્ડમાં પણ કોઈ ઉકેલ મળ્યો ન હતો.
છેલ્લા લગભગ બે અઠવાડિયાથી બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, ન તો રશિયાની સેના પીછેહઠ કરી રહી છે અને ન તો યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સકી હાર માની લેવા તૈયાર છે. બીજી તરફ આજે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, બ્રિટિશ પીએમ બોરિસ જોન્સન અને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે યુક્રેન સંકટ પર વાત કરી છે. ત્રણેય નેતાઓ વચ્ચે લગભગ 100 મિનિટ સુધી વાતચીત થઈ હતી.
અમેરિકાના પેન્ટાગોન દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે તેમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જો યુક્રેન યુદ્ધ વધુ 10 દિવસ સુધી ચાલશે તો રશિયા પરમાણુ હુમલો કરશે. આ સિવાય એવું પણ કહેવામાં આવ્યું છે કે જો યુદ્ધ દસ દિવસ સુધી ચાલશે તો નાટો યુદ્ધમાં ઉતરશે.
અહીં યુક્રેનના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે યુક્રેનની સરકારે 1.46 લાખ વિદેશી નાગરિકોને દેશ છોડવામાં મદદ કરી છે. તેમાં 20 હજાર ભારતીયોનો પણ સમાવેશ થાય છે, જેમને રશિયા દ્વારા ઘેરાયેલા શહેરોમાંથી ભગાડી દેવામાં આવ્યા હતા.