- સ્પુતનિક વી વેક્સિનનું ઉત્પાદન નૈનેસિયા બાયોટેક કરશે
- DGCI એ કંપનીને ઉત્પાદન માટે આપી મંજૂરી
દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારીમાં વેક્સિનની ખૂબજ અનિવાર્યતા સર્જાઈ છે, વેક્સિન એક એવું હથિયાર સાબિત થયુ છે જે કોરોના સામેની જંગી લડતમાં રક્ષણ પરુ પાડે છે, ત્યારે હવે વેક્સિનની હરોળમાં રશિયાની સ્પુતનિક વી વેક્સિન પણ આ જંગી લડતમાં ટૂંક સમયમાં આવવાની તૈયારીમાં છે.ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ નવી દિલ્હી સ્થિત બાયોટેકનોલોજી કંપની પાનાસિઆ બાયોટેક ને ભારતમાં રશિયન રસી સ્પુટનિક-વીનું ઉત્પાદન કરવા મંજૂરી આપી દીધી છે.
આ મામલે વિતેલા દિવસને રવિવારના રોજ કંપનીએ કહ્યું હતું કે. અમે સ્થાનિક રીતે આ વેક્સિન બનાવનાર પ્રથમ કંપની બનીશું. પાનાસિઆ બાયોટેક એ છ કંપનીઓમાંની એક છે જેણે રશિયાના સાર્વભૌમ સંપત્તિ નિધિ, રશિયાના ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ સાથે ભાગીદારી કરી છે,જે વૈશ્વિક સ્તરે રસીનું બજારમાં વેચાણ કરે છે.
આ મામલે કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે પાનાસિઆ બાયોટેક રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડના સહયોગથી કોરોના સામે સ્પુતનિક વી રસી માટે ડ્રગ્સ કંટ્રોલર જનરલ પાસેથી મેન્યુફેક્ચરિંગ લાઇસન્સ મેળવવાની તૈયારીમાં છે. ભારતમાં પાનાસિઆ બાયોટેક દ્વારા ઉત્પાદિત સ્પુતનિક વીનો ઉપયોગ કરવા માટે લાયસન્સ ખાસ જરુરી પૂર્વશરત છે. આ બે ડોઝની રસી કોરોના સામે 91.6 ટકા અસરકારક છે.
ઉલ્લેખનીય છે કે, હમણાં સુધી કંપનીએ ફક્ત પરીક્ષણ માટેનું જ લાઇસન્સ લીધું હતું. પરીક્ષણ પાસ કર્યા પછી, કંપની હવે વ્યાપારી ઉત્પાદન માટેના લાઇસન્સ માટે અરજી કરી રહી છે.