ઘરમાં કેટલીક લોખંડની વસ્તુઓ હોય છે જેનો આપણે રોજેરોજ ઉપયોગ કરતા હોય છે, ક્યારેક આ વસ્તુઓને કાટ પણ લાગી જાય છે જેના કારણે આપણને તે વસ્તુનો ઉપયોગ કરવો ક્યારેક ગમતો પણ નથી, ખાસ કરીને વાત કરવામાં આવે ઈસ્ત્રીની તો તેમાં જ્યારે કાટ લાગી જાય ત્યારે ચીંતા થાય કે ઈસ્ત્રીનો ઉપયોગ કરવામાં કપડા પર ડાધ ન પડી જાય, પણ હવે ચીંતા કરવાની જરૂર નથી કારણ કે તે કાટને હવે ગણતરીની સેકન્ડમાં જ દુર કરી શકાય છે.
ઈસ્ત્રી પર રહેલા કાટને દુર કરવા માટે ઘરઘથ્થુ ઉપાયો કરવા જોઈએ, જેમ કે ઈસ્ત્રી પરનો કાટ દૂર કરવા માટે ચૂનો અને મીઠું વાપરી શકાય છે. આ માટે એક વાસણમાં સમાન માત્રામાં મીઠું અને ચૂનો લો અને પાણી સાથે પેસ્ટ બનાવો. આ પેસ્ટને કાટવાળા લોખંડ પર લગાવો અને થોડીવાર રાખ્યા બાદ તેને કપડાથી સાફ કરી લો. કાટને દૂર કરવા માટે, ઈસ્ત્રીને કાટપેપરથી પણ થોડું ઘસવામાં આવે છે જેથી કાટનું નીકળી શકે.
આ ઉપરાંત ખાવાનો સોડા અને પાણી પણ ઘણી રીતે અસરકારક છે. આ માટે એક ચમચી પાણીમાં 2 ચમચી ખાવાનો સોડા નાખીને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને રબરના ચમચી વડે ઈસ્ત્રી પર લગાવો અને 2થી 3 મિનિટ સુધી રાખ્યા બાદ ભીના કપડાથી સાફ કરી લો.
ઉલ્લેખનીય છે કે અનેક લેખ વાંચ્યા પછી આ માહિતીને તૈયાર કરવામાં આવ્યો છે પરંતુ તે વાત સો ટકા સાચી જ છે તેનો કોઈ દાવો કરવામાં આવતો નથી.