દિલ્હી:ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર ત્રિદિવસીય ફિજીની મુલાકાતે છે.તે દરમિયાન તેઓએ ફિજીના રાષ્ટ્રપતિ રાતૂ વિલ્યમ મૈવલીલી કાટોનિવેરે સાથે મુલાકાત કરી હતી.એસ.જયશંકરે બુધવારે નાડીમાં 12મા વિશ્વ હિન્દી સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં ફિજીના રાષ્ટ્રપતિ રાતૂ વિલ્યમ મૈવલીલી કાટોનિવેરે સહીત અનેક લોકો હાજર રહ્યા હતા.જયશંકર મંગળવારે નાડી પહોંચ્યા હતા અને ફિજીના શિક્ષણમંત્રી અસેરી રાડ્રોડ્રોએ તેમનું સ્વાગત કર્યું.
વિદેશ મંત્રીએ કહ્યું કે, વિશ્વ હિન્દી સંમેલન જેવા આયોજનોમાં તે સ્વાભાવિક છે કે આપણું ધ્યાન હિન્દી ભાષાના વિવિધ પાસાઓ, તેના વૈશ્વિક ઉપયોગ અને તેના પ્રસાર પર કેન્દ્રિત હોવું જોઈએ.અમે ફિજીમાં હિન્દીની સ્થિતિ, પેસિફિક ક્ષેત્ર અને કરારબદ્ધ રાષ્ટ્રો જેવા મુદ્દાઓની ચર્ચા કરીએ છીએ.
જયશંકરે વધુમાં કહ્યું હતું કે, 12 માં વિશ્વ હિન્દી સંમેલનના ઉદ્ઘાટનમાં આપ સૌ સાથે જોડાતા ખૂબ જ આનંદની વાત છે.આ બાબતે અમારા સહકારી ભાગીદાર બનવા બદલ હું ફિજી સરકારનો આભાર માનું છું.આપણામાંના ઘણા લોકો માટે ફિજીની મુલાકાત લેવાની અને આપણા લાંબા સમયથી ચાલતા સંબંધોને ઉત્તેજન આપવાની તક પણ છે.આવી સ્થિતિમાં, વિશ્વને તમામ સંસ્કૃતિઓ અને સમાજો વિશે જાણવું જરૂરી છે.
તેમણે કહ્યું, એ યુગ પાછળ છે જ્યારે આપણે પ્રગતિ અને આધુનિકતાને પશ્ચિમીકરણ સાથે સરખાવી હતી.સંસ્થાનવાદી યુગમાં દબાયેલી ઘણી ભાષાઓ અને પરંપરાઓ ફરી વૈશ્વિક મંચ પર પોતાનો અવાજ ઉઠાવી રહી છે.