સાબરકાંઠા: ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે, પણ તંત્ર ઓક્સિજન પ્લાન્ટની મશીનરીનો ઉપયોગ નથી કરી રહ્યું
- સાબરકાંઠામાં ઓમિક્રોનની એન્ટ્રી
- છત્તા તંત્ર બેદરકાર અને ઘોર નિંદ્રામાં
- ઓક્સિજન પ્લાન્ટની મશીનરી શોભાના ગાંઠિયા સમાન
હિંમતનગર: સાબરકાંઠામાં ઓમિક્રોનની એન્ટ્રી થઈ ગઈ છે અને ત્રીજી લહેરના ભણકારા વચ્ચે તંત્ર પણ ઘોર નિંદ્રામાં હોય એવું લાગે છે. સાબરકાંઠાના વિજયનગર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન પ્લાન્ટની મશીનરી શોભાના ગાંઠિયા સમાન પડી રહે છે. વિજયનગર તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર વિજયનગર ખાતે કોરોના વકરે ત્યારે લોકોને અવગડ ઉભી ના થાય એ માટે ઑક્સીજન પ્લાન્ટની મશીનરી મૂકવામાં આવી છે.
પરંતુ સરકારી બાબુઓને આ મશીનરી ફિટ કરવાનો સમય જ ન રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. અથવા તો લોકોની આરોગ્ય વિશે તંત્રને વિચાર ન આવતો હોય તેમ ચર્ચા ઉદ્ભવી રહી છે.સ્થાનિક આગેવાન જણાવ્યું હતું કે,15 દિવસમાં ઓક્સિજન પ્લાન્ટ ચાલુ કરવામાં નહીં આવે તો આરોગ્ય મંત્રીને રજૂઆત કરવામાં આવશે અને તો પણ ચાલુ નહીં કરવામાં આવે તો ગાંધીચિનધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી.
ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા ઉપરથી તો તમામ પ્રકારની સુવિધા આપવામાં આવે છે પરંતુ જાણકારો તો એમ પણ કહે છે કે ટેક્નોલોજી અને સાધન-સામગ્રીનો યોગ્ય પ્રકારે ઉપયોગ ના થવાથી પણ કોરોનાવાયરસના કેસ વધી શકે છે. લોકો દ્વારા તો તકેદારી રાખવામાં આવે છે પરંતુ જો વધારે તકેદારી રાખવામાં આવે તો કોરોનાને માત આપી શકાય છે.