ભોપાલઃ અમદાવાદ શહેરમાં વર્ષ 2008માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અદાલતે સુનાવણીના અંતે 38 આરોપીઓને મોતની સજાનો આદેશ કર્યો છે. જેમાં પ્રતિબંધિત સીમીના છ આતંકવાદીઓ ભોપાલની કેન્દ્રીય જેલમાં બંધ છે. જેમાં બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડ મનાતા સફદર નાગોરીનો પણ સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ અનુસાર ફાંસીની સજાના આદેશ બાદ પણ નાગોરી નોર્મલ જોવા મળ્યો હતો. તેમજ તેણે જેલ અધિક્ષક દિનેશ નરગાવેને કહ્યું હતું કે, સંવિધાન હમારા માટે મહત્વ નથી રાખતું, અમે કુરાનનો ફેંસલો માનીએ છીએ.
નરગાવેના અનુસાર ભોપાલની કેન્દ્રીય જેલમાં પાંચ વર્ષ પહેલા નાગોરીને શિફ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે તેણે જેલ અધિકારી-કર્મચારીઓને ખુલ્લી ધમકી આપી હતી કે, તમારી એટલી ઓકાત નથી કે અમને આદેશ કરી શકો. આરોપી રાષ્ટ્રીય પર્વ, રાષ્ટ્રીય ગીત દરમિયાન વિચિત્ર હરકતો કરે છે. અધિકારહીઓને કહે છે કે, અમે દેશની તમામ જેલ ફરી ચુક્યાં છીએ. જેલનો કાયાકલ્પ કરી દઈશ. તેણે અનેકવાર ભોપાલ જેલમાંથી અન્ય જેલમાં શિફ્ટ કરવા માટે કોર્ટમાં અરજી કરી છે. તેને ભોપાલ જેલના અલગ-અલગ બેરેકમાં રાખવામાં આવે છે. નાગોરી પ્રતિબંધિત સંગઠન સ્ટૂડન્ટ ઈસ્લામિક મુવમેન્ટ ઓફ ઈન્ડિયા એટલે કે સીમીનો રાષ્ટ્રીય મહાસચિવ રહી ચુક્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં વર્ષ 2008માં 20 સ્થળો ઉપર શ્રેણીબદ્ધ રીતે બોમ્બ બ્લાસ્ટ થયાં હતા. જેમાં 55થી વધારે નિર્દોશ નાગરિકોના મોત થયાં હતા. જ્યારે 200થી વધારે વ્યક્તિઓને ઈજા થઈ હતી.
આ કેસમાં અમદાવાદની અદાલતે 49 આરોપીઓને કસુરવાર ઠરાવ્યાં હતા. તેમજ આજે દોષિત આરોપીઓને સજા સંભળાવી હતી. કોર્ટે 38 આરોપીઓને ફાંસીની સજા તથા 11 આરોપીઓને જીવે ત્યાં સુધીની આજીવન કેદની સજાનો આદેશ કર્યો હતો.
(Photo-File)