કેસરમાં રહેલા છે અનેક ગુણો – કેસરનું સેવન કેન્સરના કોષોનો વિકાસ થતો અટકાવે છે, આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકાર
- કેસરમાં રહેલા છે અનેક ગુણો
- અનેક બીમારીમાં કેસર આપે છે રાહત
કેસર – પ્રાચીન કાળથી કેટલીક ઔષધિઓને ગુણકારી ગણવામાં આવે છે જેમાં એક છે કેસર, કેસર અનેક રીતે ઉપયોગી છે તો તેમાં અનેક ગુણો પણ સમાયેલા છે,તેમાં રહેલા ઔષધીતના તત્વો શરિરને સંપૂર્ણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
કેસર સૌથી મોંધા ભાવે મળે છે,જેમ તેના ભાવ કિમંતી છે તે જ રીતે તેના ગુણો પમ ખૂબ કિમંતી તેનો ઉપયોગ દુધ અને દુધથી બનેલી વાનગીઓમાં થાય છે. કેસરથી અનેક બીમારીઓમાં પમ રાહત મળે છે.
કેસરમાં ક્રોસિન, કોલોરેક્ટલ જેવા ગુણધર્મો સમાયેલા છે જે કેન્સરના કોષોનો વિકાસ અટકાવે છે. પ્રોસ્ટેટ અને ત્વચાના કેન્સર પર કેસરનું સેવન સૌથી વધુ અસર કરે છે, આ સાથે જ અર્થરાઇટિસની સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેસર મહત્વનો ભાગ ભજવે છે
કેસરના સેવનથી તણાવ અને થાકને કારણ ઊંઘ ન પુરી થતી હોય તો ઊંધ પુરી કરવામાં મદદ કરે છે, કેસરમાં હાજર ક્રોસિન નિંદ્રા વધારવામાં મદદ કરે છે.આ સાથે જ કેસરમાં એન્ટીઓકિસડન્ટ અને એન્ટીઇંફેલેમેટ્રી ગુણધર્મો પણ સમાયેલા હોય છે જે પાચનની શક્તિને યોગ્ય રાખે રે છે.