Site icon Revoi.in

‘બચપન કા પ્યાર’સોંગથી જાણીતો બનેલો સહદેવ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યોઃ ખાસ રીતે ડોક્ટર્સનો માન્યો આભાર

Social Share

 

મુંબઈઃ- છેલ્લા ઘણા સમયથી બચપન કા પ્યાર ભૂલ નહી જાના રે…સોંગ ખૂબ વાયરલ થયું છે, 28 ડિસેમ્બરે આ સોંગ ગાનાર સહદેવનું ભયાનક એક્સિડન્ટ થયું હતું અને તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે સહદેવ બિલકુલ સ્વસ્થ થી ઘરે પરત ફર્યો છે.

છત્તીસગઢનો વાયરલ બોય સહદેવ હવે સ્વસ્થ છે. આ બાબતે સહદેવે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને પોતાના ચાહકોને માહિતી આપી છે,.અને આ સાથે જ તેણે ડોક્ટર્સનો પણ ખાસ આભાર માન્યો છે.

https://www.instagram.com/viralboy_sahdev/?utm_source=ig_embed&ig_rid=3e8ccf38-654e-431b-a77d-8c4e31a2ec17

સહદેવ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા એક વીડિયોમાંકહેવામાં આવ્યું છે કે, ‘નમસ્કાર, હું હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ચૂક્યો છું, તમારી પ્રાર્થનાઓ માટે દરેકનો આભાર, સાથે જ ડૉક્ટર અને તમામ સ્ટાફનો પણ ખૂબ ખૂબ આભાર.’ આ સાથે તેના વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે શબ્દો પૂરતા નથી. બધી પ્રાર્થનાઓ અને શુભેચ્છાઓ માટે આપ સૌનો આભાર અને ડૉ દેવેન્દ્ર નાઈક સરનો ખાસ હૃદયપૂર્વક આભાર.

ઉલ્લેખનીય છે કે સહદેવનું ત્યારે અકસ્માત ત્ થયો જ્યારે તે તેના પરિચિત સાથે બાઇક પર સુકમા જિલ્લા મુખ્યાલયમાં ક્યાંક જઈ રહ્યો હતો. દરમિયાન, શબરી નગરમાં બાઇક બેકાબૂ રીતે અથડાઈ હતી, જેમાં સહદેવને ગંભીર ઈજા થઈ હતી.ત્યાર બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યા ફેમસ સિંગર બાદશાહ પણ તેની તબિયત પૂછવા આવ્યો હતો. સહદેવ પોતાના સોંગ બચપન કા પ્યાર..થી રાતો રાત વાયરલ થયો હતો તેણે બાદશાહ સાથે ફરીથી આ સોંગ રિપીટ પણ કર્યું છે.ત્યારથી તે ચર્ચામાં છે.