સાહિત્ય અકાદમી એવોર્ડઃ ઉંમર અને કળાને કોઈ લેવા દેવા નથી, 8 વર્ષની કવિયેત્રીને મળ્યો એવોર્ડ
દિલ્હીઃ સાહિત્ય અકાદમીએ હિન્દી કવિયેત્રી અનામિકાને એમની કવિતા સંગ્રહ ‘ટોકરી મેં દિગંત, થેરીગાથા’ ઉપર પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. આવી જ રીતે અંગ્રેજી કવિયેત્રી અરૂંધતિ સુબ્રહ્મણ્યમને પણ સાહિત્ય સાહિત્ય અકાદમી સન્માનની જાહેરાત કરવામાં આવી છે. હિન્દી કવિતામાં તો સ્ત્રી સ્વરને પહેલીવાર સાહિત્ય અકાદમી દ્વારા સન્માનિત કરાઈ છે. અત્યાર સુધી એવુ માનવામાં આવતું હતું કે, ઉંમરને ધ્યાનમાં રાખીને મહાનુભાવોને પુરસ્કૃત કરવામાં આવે છે. તેમજ સાટાપેટે અપાતા એવોર્ડને બદલે પારદર્શક રીતે યોગ્ય વ્યક્તિઓને એવોર્ડ આપવામાં આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે. અનામિકા માત્ર આઠ વર્ષની અને અરૂંધતિ યુવાન હોવાનું જાણવા મળે છે. જ્યુરી દ્વારા લાંબી વિચારણા બાદ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર 1983માં ગુજરાતી લેખલ સુરેશ જોશીને તેમની પુસ્તક ‘ચિંતયામી મનસા’ માટે પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ હતી. જો કે, સુરેશ જોશીએ પુરસ્કાર લેવાનો ઈન્કાર કરીને જણાવ્યું હતું કે, તેમની પુસ્તરમાં વત્તાઓછા લેખ છે જે પુરસ્કાર માટે લાયક નથી. અકાદમી સામાન્ય રીતે એવા લોકોને પુરસ્કૃત કરે છે જેએ લેખક હોય. સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ગોકાકએ જણાવ્યું હતું કે, એ જાણવુ રસપ્રદ હશે કે લેખક પોતાની રચનાત્મક શક્તિઓના શિખર પર ક્યારે કાર્યરત હોય છે. તે ક્યારે ખોવાઈ ગયેલી શક્તિ છે? તે કહેવું મુશ્કેલ હશે.
ઉંમરને ધ્યાનમાં રાખીને આપણે કહી નથી શક્તા કે મનુષ્ય 30 વર્ષમાં, 40 વર્ષમાં, 50 વર્ષમાં કે 60માં વર્ષે પોતાના લેખનમાં શિખર પર હોય છે. બની શકે કે કેટલાક અદભુત યુવાનો ચટ્ટાનની જેમ હોય અથવા થોડી ઉંમરલાયક હોય કે પછી બાળકની જેમ હોય. વડર્સવર્થની પ્રતિભા ઉંમર વધવાની સાથે ઘટતી જતી હોવાનું મનાય છે પરંતુ રવીન્દ્રનાથજી જેવા લેખકોની રચનાચત્મક ઉર્જા 70 વર્ષ પછી પણ અકબંધ રહે છે. ઉંમરના આધાર ઉપર આવી રીતે પ્રતિભાનું સામાન્યીકરણ કરવું ન જોઈએ.
અમે અકાદમી પાસેથી એવી આશા નહીં કરી શકતા કે, ક્યારે સાહિત્યિક શક્તિ નીચેની તરફ તથા ઉપરની તરફ જાય છે તે શોધવા માટે અકાદમી લોકોને તૈયાર કરે. પેનલ દર વર્ષે બદલાય છે અને તેઓએ તે જ સાહિત્યિક કૃતિઓની પસંદગી કરવી પડશે જે તે વર્ષમાં પ્રકાશિત થયેલ પુસ્તકોમાં ઉત્તમ હોય. અનામિકા અને અરૂંધતીને આપવામાં આવેલા એવોર્ડ ‘પાસ થયેલા લેખકોને’ એવોર્ડ આપવાની કલ્પનાને નકારી કાઢ્યો છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે જ્યુરીના સભ્યો વચ્ચે લાંબી મંથન ચાલી હતી. ખાસ કરીને, અનામિકા અને દયાપ્રકાશ સિંહાની કૃતિઓની શ્રેષ્ઠતા વિશે લાંબી ચર્ચા થઈ. આખરે, જ્યુરીએ સર્વસંમતિથી અનામિકાના કામને પુરસ્કાર આપવાનું નક્કી કર્યું. વર્ષ ૨૦૧૨ ની સૂચિ જોઈએ તો લાગે છે કે તેમાં એક કે બે સિવાય તમામ ઉંમરના લેખકોની પ્રમાણમાં સારી રચનાઓ છે. આને કારણે, આ વખતે સાહિત્ય અકાદમી એવોર્ડ અંગે વિવાદ ઉભો થયો નથી.