સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય પુરસ્કાર ૨૦૨૨ માટે ૨૨ લેખકો અને તેમની કૃતિઓને પસંદ કરવામાં આવી છે. સાહિત્ય કદામીના અધ્યક્ષ ડૉ. ચંદ્રશેખર કમ્બારની અધ્યક્ષતામાં સાહિત્ય અકાદમીની કાર્યકારી બેઠકમાં આ નામ નક્કી કરવામાં આવ્યા. આ આયોજનમાં પ્રસિદ્ધ બાળ સાહિત્યકાર પ્રકાશ મનુ, સાહિત્ય અકાદમીના અધ્યક્ષ, ઉપાધ્ય્કાશ માનવ કૌશિક, અને અકાદમીના સચિવ કે.શ્રીનિવાસ રાવ દ્વારા સાહિત્યકારોને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
જેમાં હિન્દી ભાષામાં લેખિકા ક્ષમા શર્મા ને તેમના બાળવાર્તા સંગ્રહ ‘ચુનિંદા બાળ કહાનિયાં’ માટે, ગુજરાતી ભાષામાં કિરીટ ગોસ્વામીને તેમના કવિતાસંગ્રહ ‘ખિસકોલીને કોમ્પ્યુટર લેવું છે’ માટે, ઉર્દૂમાં જફર કમાલીને તેમના કવિતા સંગ્રહ ‘હૌસલો કી ઉડાન’ માટે આપવામાં આવ્યો. આ સિવાય અન્ય ભાષાઓમાં સંસ્કૃત, અસમિયા, બોડોમાં પણ આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. જયારે પંજાબી ભાષામાં આ વર્ષે કોઈ પુરસ્કાર આઆપવમાં આવ્યો નથી અને સંથાલી ભાષાનો પુરસ્કાર હવે પછી જાહેર કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આઝાદીના અમૃત મહોત્સવના ઉપક્રમે સાહિત્ય અકાદમીના પરિસરમાં જ એ પુસ્તક મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે , જે ૧૮ નવેમ્બર સુધી ચાલશે. આ સમારોહ અંતર્ગત ૬૫ થી વધુ બાળ સાહિત્યકારો સામેલ થયા છે અને અહીં બાળકો માટે કાર્ટૂન ચિત્રોની વર્કશોપ, વાર્તા શિબિર, કવિતા અને વાર્તા લેખન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો સાથે જ કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેનું નામ “આઝાદીનો રંગ, બાળ કલાકારોની સંગ” એવું રાખવામાં આવ્યું છે.
ઉપરાંત આ મેળામાં એક સંગોષ્ઠીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું; જેનો વિષય ‘બાળ સાહિત્ય : ભૂત, વર્તમાન અને ભવિષ્ય’ હતો, જેમાં પ્રસિદ્ધ લેખક મધુ પંત, દેવેન્દ્ર મેવાણી, અને રઈસ સિદ્દીકીએ આ વિષય પર પોતાના વિચારો રજુ કર્યા હતા.
(photo: file)