Site icon Revoi.in

રાષ્ટ્રપતિ બાઈડને અમિરીકી નાગરિકોને ચેતવણી આપતા  કહ્યું  ‘યુક્રેન છોડી દો રશિયા ગમે ત્યારે કરી શકે છે હુમલો’

Social Share

દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી રશિયા અને યુક્રેન તણાવ વધતો જોવા મળી રહ્યો છે, અમેરિકા એ ઘણી વખત દાવો કર્યો છે કે રશિયા ગમે ત્યારે યુક્રેન પર આક્રમક હુમલો કરવાની તૈયારી ધરાવે છે, ત્યારે હવે આવી સ્થિતિને ગંભીરતાથી લેતા અમેરિકી રાષ્ટ્રપતિ જાોબાઈડને પોતાના નાગરિકોને ચેતવણી આપી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિએ તેના નાગરિકોને યુક્રેન છોડવાનું કહ્યું છે. ન્યૂઝ એજન્સી એએફપીની માહિતી પ્રમાણે, બાઈડેને કહ્યું કે અમેરિકન નાગરિકો હવે યુક્રેન છોડી દે ,યુક્રેનમાં રશિયન આક્રમણના જોખમને જોતા રાષ્ટ્રપતિએ આ અપીલ કરી છે.

તો બીજી તરફ બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોહ્ન્સને ગુરુવારે જણાવ્યું હતું કે યુક્રેન કટોકટી છેલ્લા કેટલાક દાયકાઓમાં યુરોપના ‘સૌથી ખતરનાક ક્ષણ’ માં પ્રવેશ કરી ચૂક્યું છે. બ્રિટનના ટોચના રાજદૂતએ તેમના રશિયન સમકક્ષ સાથે વાતચીત કરી, જેમણે કહ્યું કે રશિયાની રાષ્ટ્રપતિ કાર્યાલાય એટલે કે ક્રેમલિન  પશ્ચિમી દેશોના ‘ભાષણ’ સાંભળશે નહીં.

આ સમગ્ર સ્થિતિ દરમિયાન, યુક્રેનની ઉત્તરમાં, બેલારુસમાં રશિયન સૈનિકોની લશ્કરી પ્રવૃત્તિઓ જોવા મળી હતી. તે જ સમયે, યુક્રેનની નજીક રશિયાના એક લાખથી વધુ સૈનિકો તૈનાત કરાયા છે. ગુરુવારે, બ્રિટીશ રોયલ એર ફોર્સનો ફાઇટર એરક્રાફ્ટ પોલેન્ડમાં 350 સૈનિકોમાં ઉતારવામાં આવ્યા હતા આ સમગ્ર સ્થિને જોતા યુક્રેન પર સંકટના વાદળો છવાયા છેરશિયા યુક્રેન તણાવ ગમેત્યારે વકરી શકે તેવી એંઘાણ જોવા મળે છે.