Site icon Revoi.in

ઓપન માર્કેટ સેલ સ્કીમ હેઠળ ઈ-ઓક્શનમાં 2.84 LMT ઘઉં અને 5830 MT ચોખાનું વેચાણ

Social Share

નવી દિલ્હીઃ ઘઉં અને ચોખા બંનેની સાપ્તાહિક ઈ-હરાજી ચોખા, ઘઉં અને લોટના છૂટક ભાવને નિયંત્રિત કરવા માટે બજારના હસ્તક્ષેપની ભારત સરકારની પહેલ હેઠળ હાથ ધરવામાં આવે છે. દરમિયાન 21મી ઈ-હરાજી હાથ ધરવામાં આવી હતી જેમાં ઓપન માર્કેટ સેલ સ્કીમ (ડોમેસ્ટિક) હેઠળ 3 LMT ઘઉં અને 1.79 LMT ચોખા ઓફર કરવામાં આવ્યા હતા અને 2.84 LMT ઘઉં સાથે 5830 MT ચોખા 2334 બિડર્સને વેચવામાં આવ્યા હતા. FAQ ઘઉંની અખિલ ભારતીય વેઇટેડ એવરેજ વેચાણ કિંમત રૂ. 2150/ક્વિન્ટલની અનામત કિંમત સામે રૂ. 2246.86/ક્વિન્ટલ હતી, જ્યારે URS ઘઉંની સરેરાશ વેચાણ કિંમત રૂ. 2125/ક્વિન્ટલની અનામત કિંમત સામે રૂ. 2232.35/ક્વિન્ટલ હતી.

ઉપરાંત, 2.5 LMT ઘઉં અર્ધ-સરકારી અને સહકારી સંસ્થાઓ જેમ કે OMSS (D) હેઠળ કેન્દ્રીય ભંડાર/NCCF/NAFED ને ફાળવવામાં આવ્યા છે જેથી ફાળવેલ ઘઉંને લોટમાં રૂપાંતરિત કરી શકાય અને તેને ભારત આટ્ટાબ્રાન્ડ હેઠળ વેચી શકાય. તેને રૂ. 27.50/કિલો કરતાં ઓછી એમઆરપી પર જાહેર જનતાને વેચાણ માટે ઓફર કરાશે. આ 3 સહકારી મંડળીઓ દ્વારા લોટમાં રૂપાંતરિત કરવા માટે 15337 મેટ્રિક ટન ઘઉં એકત્ર કરવામાં આવ્યા છે. વેપારીઓને OMSS (D) હેઠળ ઘઉંના વેચાણના દાયરાની બહાર રાખવામાં આવ્યા છે અને સ્ટોકનો સંગ્રહ ટાળવા માટે અત્યાર સુધી સમગ્ર દેશમાં 1917 ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી છે.

દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા કોરોના મહામારીથી દર મહિને લગભગ 80 કરોડ લોકોને ફ્રીમાં રાશન પુરુ પાડવામાં આવે છે. તેમજ આગામી વર્ષ 2024 સુધી લોકોને ફ્રીમાં રાશન પુરુ પાડવાનું મોદી સરકારે આયોજન કર્યું છે.