અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થતા વાહન ચાલકોના ખિસ્સાને અસર પડી છે. બીજી તરફ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની રાજકોટમાં 100 દિવસમાં લગભગ 7301 જેટલા વાહનોનું વેચાણ થયું છે. આમ રાજકોટમાં દરરોજ સરેરાશ 73 જેટલા નવા વાહનોનું વેચાણ થાય છે. કોર્પોરેશનને વાહન વેરા પેટે લગભગ 4 કરોડની આવક થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરમાં 100 દિવસમાં પેટ્રોલથી ચાલતા 5054 ટુ-વ્હીલર, સીએનજી સંચાલીત 121 થ્રી વ્હીલર, ડીઝલથી ચાલતા 10 થ્રી વ્હીલર, સીએનજી સંચાલીત 177 કોમર્શીયલ ફોર વ્હીલર, ડીઝલથી ચાલતા 271 કોમર્શીયલ ફોર વ્હીલર અને પેટ્રોલ સંચાલીત 1222 કોમર્શીયલ ફોરવ્હીલર, સીએનજી સંચાલીત 18 ફોરવ્હીલર, ડીઝલ સંચાલીત 86 ફોરવ્હીલર અને પેટ્રોલ સંચાલીત 209 ફોર વ્હીલરનું વેંચાણ થયું છે. આ ઉપરાંત સીએનજી સંચાલીત 15 હેવી કોમર્શીયલ વ્હીકલ, ડીઝલથી ચાલતા 94 હેવી કોમર્શીયલ વ્હીકલ, પેટ્રોલથી ચાલતા 4 હેવી કોમર્શીયલ વ્હીકલ, સીએનજી સંચાલીત 4 સીક્સ વ્હીલર, ડીઝલથી ચાલતા 13 6 વ્હીલરનું વેંચાણ થવા પામ્યું છે. જ્યારે અન્ય 3 વાહનોનું વેંચાણ થતાં કોર્પોરેશનને વાહન વેરા પાટે રૂા.3.98 કરોડની આવક થવા પામી છે.