પેસેન્જર વાહનોના વેચાણમાં એક ટકાનો ઘટાડો, ભારે ગરમીને કારણે શોરૂમમાં આવતા ગ્રાહકોમાં 18 ટકાનો ઘટાડો
દેશભરમાં પેસેન્જર વાહનોનું છૂટક વેચાણ વાર્ષિક ધોરણે એક ટકા ઘટીને 3,03,358 યુનિટ થયું હતું. ભારે ગરમીના લીધે વેચાણમાં ઘટાડો થયો છે અને લોકસભાની ચૂંટણીને કારણે માંગને અસર થઈ રહી છે. પાછલા વર્ષે સ્થાનિક બજારમાં કુલ 3,35,123 પેસેન્જર વાહનોનું વેચાણ થયું હતું. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારે ગરમીના કારણે ગયા મહિને શોરૂમની મુલાકાત લેનારા ગ્રાહકોની સંખ્યામાં 18 ટકાનો ઘટાડો થયો છે.
FADAના પ્રમુખએ જણાવ્યું કે વધુ સારો પુરવઠો, બાકી બુકિંગ અને ડિસ્કાઉન્ટ સ્કીમ, તીવ્ર સ્પર્ધા, નબળા માર્કેટિંગ પ્રયાસો અને બજારમાં તરલતાની તંગી હોવા છતાં નવા મોડલના અભાવે વેચાણને પણ અસર થઈ છે.
• સરકારની રચનાથી સ્થિરતાની ઉમ્મીદ
કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ અને સારી નાણાકીય ઉપલબ્ધતા ગ્રામીણ માંગમાં સકારાત્મક છે. સરકારની રચનાથી સ્થિરતા આવશે અને બજારનું સેન્ટિમેન્ટ સુધરશે તેવી ઉમ્મીદ છે.
• ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરની માંગ વધી
ગયા મહિને ટુ-વ્હીલરનું વેચાણ 2 ટકા વધીને 15,34,856 યુનિટ થયું હતું. મે,માં 14,97,778 ટુ-વ્હીલરનું વેચાણ થયું હતું. મે મહિનામાં થ્રી-વ્હીલરનું વેચાણ 20 ટકા વધીને 98,265 યુનિટ થયું છે. કોમર્શિયલ વાહનોનું છૂટક વેચાણ 4 ટકા વધીને 83,059 યુનિટ થયું છે.