પ્રજાસત્તાક દિન પહેલા બજારોમાં તિરંગાનું વેચાણ વધ્યું, રાજકોટમાં પણ ઠેર-ઠેર વેચાણ શરૂ
- પ્રજાસત્તાક પર્વ પૂર્વે તિરંગાનું વેચાણ
- બજારો સહિત રાજ માર્ગો પર તિરંગાનું વેચાણ
- ઉત્સવની ઉજવણી ભારતીય તિરંગા વિના અધુરી
રાજકોટ: શહેરમાં પ્રજાસત્તાક પર્વ પૂર્વે ઠેર ઠેર તિરંગાનું વેચાણ થઈ રહ્યું છે.અનેક બજારો સહિત રાજમાર્ગો પર તિરંગાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. અને કેટલાક નાગરિકો પ્રજાસતાક પર્વ પહેલા તિરંગો ખરીદી રહ્યા છે,જે નાગરિકોમાં તિરંગા પ્રત્યેનો આદર જોવા મળે છે. તો રાષ્ટ્રીય પર્વે રોજગારી મેળવવા પ્રયાસ કરી રહેલ બાળકની જરૂરિયાત પણ પ્રદર્શિત થાય છે.
આજે પણ દેશમાં ગરીબી અને આર્થિક પછાતપણું રાષ્ટ્રધ્વજ વેચીને થોડી આવક મેળવવામાં આવે છે. શિક્ષણ મેળવવાની ઉંમરે બાળકોને ગુજરાન ચલાવવા આ પ્રકારે છૂટક રોજગારી મેળવવી પડી રહી છે. જો કે આપણા દેશમાં તમામ લોકોમાં દેશ પ્રત્યેની લાગણી એક અલગ સ્તર પર જ જોવા મળે છે. દેશ પ્રત્યે લોકોને અહીંયા એટલો પ્રેમ છે કે તેઓ કોઈ પણ સમયે દેશ માટે બલિદાન આપવા માટે તૈયાર થઈ જાય છે.