Site icon Revoi.in

ધન તેરસના શુભ દિને ટૂ વ્હીલર અને ફોર વ્હીલરના વેચાણમાં વધારો, ઈલે. વાહનો ન વેચાયાં

Social Share

અમદાવાદ: ધન તેરસનો દિવસ એ સોના-ચાંદી કે વાહનો ખરીદવા માટેનો શુભ દિવસ ગણાય છે. અને ઓટો ડિલર્સ પણ ધન તેરસના શુભદિને સૌથી વધુ વાહનોનું વેચાણ થાય તે માટે તત્પર રહેતા હોય છે. ધન તેરસને શુક્રવારના દિવસે અમદાવાદ સહિત મહાનગરોમાં સૌથી વધુ વેચાણ ફોરવ્હલ યાને કારનું વેચાણ સૌથી વધુ થયું હતું. જ્યારે બીજા ક્રમે દ્રીચક્રી વાહનો યાને બાઈકનું વેચાણ થયું હતું. જ્યારે ઈલેક્ટ્રિક વાહનોના વેચણમાં ઓટ આવી હતી.

 ધનતેરસના દિવસે સોનું ખરીદવાની સાથે લોકો વાહન ખરીદી જેવા શુભ કાર્ય પણ કરતા હોય છે. ત્યારે ધનતેરસના દિવસે ફોર વ્હીલરના વેચાણમાં 10 થી 15 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે ઇલેક્ટ્રિક વ્હીકલમાં ડાઉન ગ્રોથ જોવા મળ્યો છે.  ફોર વ્હીલરના ઓટો ડીલર્સમાં ખુશી તો ટુ વ્હીલરના ઓટો ડીલર્સમાં થોડી નિરાશા જોવા મળી હતી. અમદાવાદ શહેરમાં ધનતેરસના દિને અઢી હજારથી વધુ ફોર વ્હીલર્સ વેચાયા હતા. જ્યારે રાજ્યભરમાં 5 હજારથી વધુ ફોર વ્હીલર્સનું વેચાણ થયું હતુ. દરેક કંપનીની કારમાં વેઈટિંગ ચાલી રહ્યું હોવાથી કાર ખરીદવા માગતા લોકોએ દોઢ મહિના પહેલા બુકિંગ કરાવી દીધુ હતું.

અમદાવાદના  હુન્ડાઈના એક શોરૂમના સૂત્રોએ  જણાવ્યું હતું કે, ફોર વ્હીલરમાં વેચાણ સારુ છે, અંદાજે 10થી 15 ટકા જેટલો વધારો છે. પરંતુ ઇલેક્ટ્રિક વ્હીકલમાં ડાઉન ગ્રોથ જોવા મળ્યો છે. કારણ કે, ટુ વ્હીલરમાં સબસિડી બંધ થઈ છે. ફોરવ્હીલરમાં પણ સબસીડી અનસર્ટેન ક્યારે ચાલુ થાય અને ક્યારે બંધ થાય તે ખબર રહેતી ન હોવાથી આ વાહનોની ખરીદી ડાઉન થઈ છે. તેવી જ રીતે ટુવ્હીલર્સના ડીલર્સને ત્યાં પણ વાહનોના બુકિંગમાં જોઈએ તેટલો વધારો ન થતાં ડીલર્સમાં નિરાશા જોવા મળી રહી છે. સામાન્ય રીતે ધનતેરસમાં 10થી 15 ટકા વધારો જોવા મળતો હોય છે.  જે આ વખતે માર્કેટ ફ્લેટ છે તેવી જ રીતે ટુવ્હીલરમાં આ વખતે માર્કેટ ફ્લેટ છે.

ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશનના સૂત્રોએ જણાવ્યું કે, આ વખતે મહદ્અંશે બધા ફેસ્ટીવલ સારા રહ્યાં છે. અમદાવાદમાં 5500 જ્યારે રાજ્યમાં 25 હજાર ટુ વ્હીલર વેચાયા છે, પરંતુ ગત વર્ષની સરખામણીમાં વેચાણ સામાન્ય જોવા મળી રહ્યું છે. વેચાણમાં વધારો થાય તેવી આશા હતી, તે જોવા મળ્યું નથી. આ સાથે તેમણે જણાવ્યું કે, બોનસ કદાચ મોડા થયા છે તેમજ વાહન પ્રોસેસમાં બેથી ત્રણ દિવસનો સમય લાગે છે જેના કારણે વેચાણ જોઈએ તેવું થયું નથી. હવે લાભ પાંચમ કે દેવ દિવાળીએ વેચાણ વધે તેવી ઓટો ડિલર્સને આશા છે. (file photo)