Site icon Revoi.in

સલમાન ખાને ફ્રંટલાઈન વર્કસ માટે 5 હજાર ફૂડ પેકેટ જાતે જ ટેસ્ટ કરીને વિતરણ કર્યા, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

Social Share

મુંબઈ -સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે, કેટલાક લોકો કોરોનામાં જીવ ગુમાવી રહ્યા છે,ત્યારે આવી કપરી સ્થિતિમાં લોકો એકબીજાની મદદે પણ આવી રહ્યા છે, ત્યારે બોલીવુડની અનેક હસ્તીઓ પણ મેડ્કલ સુવિધાથી લઈને અનેક રીતે સામાન્ય લોકોની મદદ કરતી જોવા મળી રહી છે,સોનુ સૂદનું નામ આ બાબતમાં પહેલા લેવામાં આવે ત્યારે હવે બોલિવૂડ એક્ટર સલમાન ખાન પણ લોકોની મદદે આગળ આવ્યા છે

તાજેતરમાં સલમાન ખાને મુંબઈમાં કોરોના સામેની લડતમાં મહત્વનો ભાગ ભજવનારા ફ્રંટલાઈન વર્કસને મદદ કરવા માટે તેમના માટે 5 હજાર ફૂડ પેટેકનું વિતરણ કર્યું હતું, સોશિયલ મીડિયા પર સલમાન ખાનનો વીડિયો ખૂબજ વાયરલ થઈ રહ્યો છે.

સલમાન ખાન ફેન ક્લબમાંથી શેર કરવામાં આવેલા આ વીડિયોમાં ભાઈજાન કોરોના ફ્રંડલાઈન વર્કરો માટે ભાઈજાન્સ કિચન માં કિચનમાં બની રહેલા ભોજનને પીરસતા જનરે પડ્યા છે, જો કે ખાસ વાત એ છે કે આ ફૂડ સલમાન ખાન પોતે ટેસ્ટ કરી રહ્યા છે, તેની ક્વોલિટી ચેક કરતા જોવા મળ્યા હતા, અને ફૂડ પેકેટ્સની તૈયારીઓ વિશે નિરિક્ષણ પણ કર્યું હતું.

સોશિયલ મીડિયા પર સલમાનનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે,સલમાનના આ નેક કામના વખાણ થઈ રહ્યા છે,આ વીડિયોમાં સલમાન ખાનની સાથે આઈ લવ મુંબઈ નામના એનજીઓના મેમ્બર રાહુલ પણ નજરે પડ્યા છે,રાહુલ કનાલ શિવસેના યુથવિંગની કોર કમિટીના સભ્ય છે. ટ્વિટર પર આ તસવીર શેર કરતા તેમણે લખ્યું, ‘એક મોટી ટીમ.  સલમાન ખાનનો જેટલો પણ આભાર માનવામાં આવે ઓછો છે. તેમણે જાતે  ભોજનની પરખ કરી અને મદદ કરવા આગળ આવ્યા. ‘

ઉલ્લેખનીય છે કે સલમાન ખાન છેલ્લા કેટલાક અઠવાડિયાથી ભાઇજાન્સ કિચનમાંથી મુંબઈ ફ્રન્ટલાઈન વર્કર્સ પોલીસ, મેડિકલ સ્ટાફ અને બીએમસીના કર્મચારીઓ માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે,  આ સારા કાર્યમાં. ‘આઈ લવ મુંબઈ’ એનજીઓ પણ તેમનું સમર્થન કરી રહી છે.

સાહિન-