સલમાન ખાન અપકમિંગ ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાલી’ની ફી માં કર્યો ઘટાડો- સાજીદ નડિયાદવાલા સાથે આટલા કરોડમાં કરી ડીલ
- સલમાન ખાન હવે કભી ઈદ કભી દિવાલીનું શૂટિંગ શરુ કરશે
- અભિનેતા એ ફિલ્મ માટે પોતાની ફિ ઘટાડી
મુંબઈઃ- બોલિવૂડ સ્ટાર સલમાન ખાન દરેકના દિલ પર રાજ કરે છે, પોતાની એનજીઓ દ્રારા કરતા કાર્યોને લઈને તે સતત ચર્ચામાં રહે છે, બોલિવૂડમાં સલમાન ખાનને ઉદાર દિલના મામવામાં આવે છે અને એજ કારણ છે કે દેશભરમાં સલમાનના ચાહકોની સંખ્યા વધુ જોવા મળે છે.કત્યારે સલમાન ખાનની દરિયાદીલી હવે ફિલ્મની ફિ ને લઈને પણ જોવા મળી છે.
તાજેતરમાં અભિનેતા તેમની ફિલ્મ અંતિમ- ઘ ફાઈનલ થ્રૂથને લઈને ચર્ચામાં આવ્યા હતા. જો કે હવે તેઓ તેમની ફિલ્મ કભી ઈદ કભી દિવાલીનું શૂટિંગ શરુ કરવા જઈ રહ્યા છે,જેને લઈને તેઓ ચર્ચામાં આવ્યા છે, વાત જાણે એમ છે કે સલમાને આ ફિલ્મ માટે પોતાની ફીમાં ઘટાડો કર્યો છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ માટે સલમાન ખાને તેની ફીમાં કરોડો રૂપિયાનો ઘટાડો કર્યો છે. તેણે આ નિર્ણય ફિલ્મ નિર્માતા સાજિદ નડિયાદવાલાની ખાસ અપીલ પર લીધો છે.
સલમાને આ નિર્ણય લઈને ફરી સાબિત કરી બતાવ્યું છે કે તે કેટલો દરિયાદીલ છે.આ ફિલ્મને લઈને તેણે ગયા વર્ષે જાન્યુઆરીમાં સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરી હતી અને લખ્યું હતું કે તેની આગામી ફિલ્મ કભી ઈદ કભી દિવાળી વર્ષ 2021માં ઈદના અવસર પર રિલીઝ થશે, જેનું નિર્માણ સાજિદ નડિયાદવાલા કરી રહ્યા છે જ્યારે ફિલ્મના દિગ્દર્શક છે. ફિલ્મ ફરહાદ સામજી છે.. જોકે, કોરોના વાયરસના કારણે ફિલ્મ અધવચ્ચે જ અટકી પડી હતી.
જોકે હવે એવા ,માચાર સામે આવ્યા છે કે સાજિદ નડિયાદવાલાની આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે જાન્યુઆરીમાં શરૂ થશે. સલમાન ખાને ફિલ્મના શૂટિંગ માટે સમય આપ્યો છે. કોવિડ મહામારી પહેલા સલમાને આ ફિલ્મ 150 કરોડ રૂપિયામાં સાઈન કરી હતી, પરંતુ હવે તેણે પોતાની ફીમાં ઘટાડો કર્યો છે.
રિપોર્ટ પ્રમાણે સાજીદ નડિયાદલાવાના કહેવાથી સલમાન ખાને પોતાની ફીમાં લગભગ 15 ટકાનો ઘટાડો કર્યો છે અને હવે તે ફિલ્મ માટે 125 કરોડ રૂપિયા લેશે. રિપોર્ટમાં જ કહેવામાં આવ્યું છે કે, ફિલ્મ રિલીઝ થયા બાદ સલમાન ખાનને તેના નફાનો અમુક હિસ્સો પણ મળશે.