- સલમાન ખાનના ડુપ્લિકેટચને રિલ બનાવું મોંધુ પડ્યું
- પોલીસે રસ્તા પર શૂટિંગ કરવાને મામલે જેલમાં ધકેલ્યો
લખનૌ – બોલિવૂડ સુપર સ્ટાર સલમાન ખાનના ચાહકોની સંખ્યા મોટા પ્રમાણમાં જોવા મળે છે, ત્યારે તાજેતરમાં સલમાનખાનને લઈને એક ઘટના સામે આવી છે,જે પ્રમાણે સલમાન ખાનનો ડુપ્લિકેટ વ્યક્તિ રસ્તાઓ પર શૂટિંગ કરી રહ્યો હતો જેને પોલીસે પકડીને જેલ ભેગો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ ઘટના ઉત્તરપ્રદેશની છે,. સલમાનના ડુપ્લિકેટ આઝમ અન્સારીએ પબ્લિક પ્લેસ પર વીડિયો શૂટ કરતાં લખનો પોલીસે તેના સામે કાર્.વાહી કરી છે. આ સાથે જ પોલીસ કહ્યું છે કે તે વીડિયો બનાવવા માટે રોડ પર ટ્રાફિક જામ કરી સામાન્ય જનતાને પરેશાન કરી રહ્યો હતોછ. આઝમ રવિવારે લખનઉના ઐતિહાસિક ઘંટાઘર પર ઈન્સ્ટાગ્રામ શોર્ટ રીલ બનાવી રહ્યો હતો.
સોશિયલ મીડિયા પર શોર્ટ વીડિયો બનાવવા માટે જાણીતા ડુપ્લિકેટ સલમાન ખાન ઉર્ફે આઝમ અંસારીની ધરપકડ કરી છે. પોલીસે તેની સામે શાંતિ ભંગ કરવાનો કેસ નોંધ્યો છે. આઝમની ધરપકડના સમાચાર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે અરેસ્ટ થયેલ સલમાનના ડુપ્લિકેટ આઝમ અન્સારી અભિનેતા સલમાન ખાનની જેમ જ કપડા પહેરીને તેની જ એક્ટિંગ કરીને ફેસબુક પર રીલ્સ પોસ્ટ કરે છે. આ કારણે ઇન્ટરનેટ પર પણ તેના ઘણા ફોલોઅર્સ છે.પરંતુ આ વખતે જાહેર ર્સતા પર તેને શૂટિંગ કરવું ભારે પડ્યું છે.