- સલમાનની ફિલ્મ રાધે દર્શકોના મોબાઈલ સુઘી પહોંચશે
- કોરોનાને ધ્યાનમાં લઈને તેનું ડિજિટલ સંસ્કરણ શરુ કરાશે
મુંબઈ – સલમાન ખાનને તેમની અપકમિંગ ફિલ્મ રાઘે માટે ઈદનું કમિન્ટમેન્ટ કર્યું હતું, કારણ કે ગયા અઠવાડિયે ઈદ પર તેમની આ ફિલ્મ ‘રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ રિલીઝ કરવાની તેમણે જાહેરાત કરી હતી, પરંતુ દેશમાં હાલ પણ એક મોટો વર્ગ એવો છે જે હજી પણ કોરોનાના ડરને કારણે થિયેટરોમાં જવાનું ટાળી રહ્યો છે. આવા લોકોની સુવિધા માટે હવે ફિલ્મ ‘રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’. દર્શકો માટે ઘરે લાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. સિનેમાઘરોમાં ફિલ્મ રિલીઝ કર્યા પછી, તેનું ડિજિટલ સંસ્કરણ જલદી રિલીઝ કરવાની યોજના પર કામ શરૂ થઈ ગયું છે.
સલમાન ખાને તેમની ફિલ્મ ‘રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ની રિલીઝ તારીખની કન્ફોર્મ કર્યાની સાથે સાથે શનિવારે ફિલ્મનું નવું પોસ્ટર જારી કર્યું હતું. વર્ષ 2019 માં રિલીઝ થયેલ ‘દબંગ 3’ પછી ‘રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ તેમની આગામી ફિલ્મ હશે જે થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
‘રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ વર્ષ 2021 ની ભૂબ જ રાહ જોવાતી ફિલ્મ છે, આ ફિલ્મ રિલીઝ થવાના માત્ર બે અઠવાડિયા પહેલા જ એક્શન હિરો અક્ષય કુમારની ફિલ્મ ‘સૂર્યવંશી’ પણ રિલીઝ થઈ રહી છે.
મળતી માહિતી પ્રમાણે સલમાન ખાનની ફિલ્મ રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઈની ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ ખરીદનારી કંપની છેલ્લા ઘણા દિવસોથી ફિલ્મ વધુને વધુ લોકો સુધી પહોંચાડવાની કવાયત હાથ ઘરી રહી છે. કમાણી માટે હિન્દી ફિલ્મો દેશના ત્રણ સૌથી મોટા બજારો છે. દાયકાઓથી તેમનું નામ દિલ્હી-યુપી માર્કેટ, મુંબઇ માર્કેટ અને પૂર્વ પંજાબ માર્કેટના નામે ચાલી રહ્યું છે.
ત્યારે હવે આ બજારોમાં, હાલના સમયમાં કોરોનાની ગતિએ વેગ પકડવાનું શરૂ કર્યું છે. આવી સ્થિતિમાં, દર્શકોની સંખ્યા કે જેણે થિયેટરોમાં આવવાનું શરૂ કર્યું હતું, તેમાં પણ ફરીથી ઘટાડો થવાની સંભાવના છે.લોકો હવે અહી આવતા ડરશે એ વાત ચોક્કસ.
કોરોનાના વધતા કહેરને ધ્યાનમાં રાખીને, ‘રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ફિલ્મ ખરીદનાર ઝી સ્ટુડિયોઝે સમાંતર વ્યૂહરચનાઓ પર કામ શરૂ કર્યું છે. ‘રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ માટેના બધા થિયેટરો માટે બુકિંગ શરૂ થઈ ગયું છે. કહેવામાં આવી રહ્યું છે કે, દરેક ભાષાઓ સહિત, લગભગ 5 હજાર સ્ક્રીનો પર એક સાથે રિલીઝ થઈ શકે છે. બે અઠવાડિયામાં બોક્સ ઓફિસની કમાણી કર્યા બાદ એકંપની તેને તેના જૂથના ઓટીટી પર મુક્ત કરવાની તૈયારી કરી રહી છે.
સાહિન-