1. Home
  2. ગુજરાતી
  3. સલમાન ખાનની ફિલ્મ ‘ટાઇગર 3’ હવે 400 કરોડની ક્લબમાં સામેલ, અભિનેત્રી કેટરીનાએ વ્યક્ત કરી ખુશી
સલમાન ખાનની ફિલ્મ ‘ટાઇગર 3’ હવે  400 કરોડની ક્લબમાં સામેલ, અભિનેત્રી કેટરીનાએ વ્યક્ત કરી ખુશી

સલમાન ખાનની ફિલ્મ ‘ટાઇગર 3’ હવે 400 કરોડની ક્લબમાં સામેલ, અભિનેત્રી કેટરીનાએ વ્યક્ત કરી ખુશી

0
Social Share
મુંબઈ – સલમાન ખાનની ફિલ્મ ટાઈગર ખુબજ લોકપ્રિય બન્યા બાદ ટાઈગર 2 અને ટાઈગર 3 પણ બનાવવામાં આવી તાજેતરમાં રિલિઝ થયેલી ટાઈગર 3 એ  ફિલ્મ હવે બોક્સ ઓફિસ પર 400 કરોડની કમાણી કરી લીધી છે ત્યારે આ વાતને લઈને ફિલ્મ અભિનેત્રી કેટરીના કેફ એ ખુશી વ્યક્ત કરી છે .
 આ ફિલ્મમાં  કેટરિના ફરી એકવાર ઝોયાના રોલમાં જોવા મળી રહી છે. અભિનેત્રી આમાં એક્શન કરતી જોવા મળી રહી છે. કેટ કહે છે કે ટાઇગર ફ્રેન્ચાઇઝીની દરેક ફિલ્મ તેના માટે પડકારરૂપ રહી છે. ફિલ્મોમાં કામ કરવું માત્ર શારીરિક જ નહીં માનસિક રીતે પણ પડકારજનક રહ્યું છે.
ફિલ્મ દિવાળીના દિવસે રીલીઝ થઈ હતી ત્યારે હવે માત્ર 10 દિવસમાં ફિલ્મ એ સારી કમાણી કરી લીધી છે  ટાઈગર 3 આજે દુનિયાભરમાં 400 કરોડ રૂપિયાની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. ફિલ્મને મળી રહેલા પ્રેમ અંગે કેટરીનાએ પ્રતિક્રિયા આપી છે.
અભિનેત્રીએ કહ્યું, ‘ટાઈગર ફ્રેન્ચાઈઝી મને 2012થી પ્રેમ કરી રહી છે. આ ફિલ્મને એક દાયકા કરતાં વધુ સમયથી જે પ્રેમ મળી રહ્યો છે તેનાથી હું અભિભૂત છું. એક થા ટાઈગર, ટાઈગર ઝિંદા હૈ અને હવે ટાઈગર 3, આ ફિલ્મો મારી સિનેમેટિક સફરનો એક ભાગ છે. તે એક કલાકાર તરીકે મારા વિકાસનો પણ એક ભાગ છે.આ એક એવી સફળ ફ્રેન્ચાઈઝી છે, જેણે અમને અમારા પાત્રોને ફરીથી બતાવવાની તક આપી છે…આ એક એવી ફિલ્મ છે જે મારી કારકિર્દીમાં કરવા માટે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું.
ઉલ્લેખનીય છે કે  આ ફિલ્મ યશ રાજ ફિલ્મ્સના જાસૂસ બ્રહ્માંડનો એક ભાગ છે. કેટરિનાએ વધુમાં કહ્યું, ‘લોકોના પ્રેમ અને પ્રશંસાએ સલમાન, મને અને YRFને આ ફ્રેન્ચાઈઝી સાથે લોકોનું મનોરંજન કરવાનું ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કર્યા છે.’
tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code