- લેખક સલમાન રશ્દીનીૃ હાલત નાજુક લીવર થયું ખરાબ
- હાલ વેન્ટિલેટર પર સારવાર હેઠળ
દિલ્હીઃ- જાણીતા કેળક સલમાન રશ્દી પર વિતેલા દિવસને શુક્રવારના રોજ અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં હુમો કરવામાં આવ્યો હતો ત્યાર બાદ તેઓને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયા હતા, હુમલાખોરે તીક્ષ્ણ હથિયાર વડે હુમવલો કર્યો હતો જેથી તેમનું લીવર ખરાબ થયું હોવાની જાણકારી મળી રહી છે.
હુમલા બાદ રશ્દીના ગળામાંથી ઘણું લોહી નીકળ્યું હતું. રશ્દી વેસ્ટર્ન ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં લેક્ચર આપવાના હતા ત્યારે તેમના પર હુમલો થયો હતો. હાલમાં, રશ્દીની હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી છે અને તેમને વેન્ટિલેટર પર સારવાર માટે રાખવામાં આવ્યા છે જ્યા તેમની તબિયત નાજુક હોવાનું જણાઈ રહ્યું છે.
જો કે તેમના પર કરેલા હુમલાખોરની ઓળખ ન્યુ જર્સીના 24 વર્ષીય હાદી માતર તરીકે થઈ છે.આ ઘટનાને લઈને સલમાન રશ્દીના એજન્ટ એન્ડ્રુ વાઈલીએ મીડિયાને જણાવ્યું હતું કે તેમની હાલત ગંભીર છે. તે કંઈપણ બોલી શકતા નથી. સાથે જ ચાકૂ વડે હુમલામાં તેના હાથની નસો પણ કપાઈ ગઈ છે.
પ્રખ્યાત લેખક સલમાન રૂશ્તીની હાલત હજુ પણ નાજુક છે. હાલ તેઓ વેન્ટિલેટર પર છે. હુમલામાં તેની એક આંખને પણ નુકસાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. આ ઉપરાંત તેના લીવરમાં પણ છરીના ઘા મારવામાં આવ્યા છે, જેના કારણે લીવરને પણ નુકસાન થયું છે.ત્યારે તેમની હાલની આ સ્થિતિ ચંતાનો વિષય બને છે, તેમની હાલત નાજૂક હોવાનું જણાઈ રહ્યું છે.