અમદાવાદઃ ગુજરાતમાં 1600 કિ.મીનો દરિયા કિનારો આવેલો છે. તેમજ કચ્છથી લઈને સુરેન્દ્રનગરના ખારાઘોડા અને પાટડી સુધીનો રણ વિસ્તાર આવેલો છે. દરિયાકાંઠા વિસ્તાર અને રણ વિસ્તારમાં મોટા પ્રમાણમાં મીઠું પકવવામાં આવે છે. એટલે દેશમાં મીંઠાના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 70 ટકા છે. જ્યારે ઝાલાવાડ પંથકનો ફાળો 35 ટકા છે. દેશમાં મીઠાના કુલ ઉત્પાદમાં ગુજરાતનો ફાળો 70 ટકા છે. એમાં 35 ટકા તો ખારાઘોડા, પાટડી, હળવદ અને કૂંડા રણમાં મીઠાનું ઉત્પાદન થાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભારતના કુલ મીઠા ઉત્પાદનનું 70 ટકા મીઠું એકમાત્ર ગુજરાતમાં પાકે છે. એમાંથી 35 ટકા મીઠું તો ઝાલાવાડ પથંકના ખારાઘોડા, ઝીંઝુવાડા, હળવદ અને કૂડા રણમાં પાકે છે. જેમાં કોરોનાના 2 વર્ષના કપરા સમયગાળા બાદ પણ મીઠામાં તેજીના માહોલ વચ્ચે એક માત્ર ખારાઘોડામાં આ વર્ષે અત્યાર સુધીમાં 12 લાખ મેટ્રિક ટન મીઠાનું વિક્રમજનક આવક નોંધાશે. હાલમાં રણમાંથી જેસીબી, ડોઝર અને ડમ્પરો દ્વારા ખારાઘોડા અને ઝીંઝુવાડા રણમાંથી મીઠું ખેંચવાની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં મીઠાનું કુલ ઉત્પાદન 135 લાખ મેટ્રિક ટન થાય છે. જેમાં ગુજરાતમાં મીઠાનું ઉત્પાદન : 97.20 લાખ મેટ્રિક ટન થાય છે. ગુજરાતમાં મીઠાના કુલ 591 એકમો આવેલા છે. અને મીઠા ઉદ્યોગથી પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારી 1,51,000 લોકોને મળે છે. ખારાઘોડામાં મીઠાની નવી આવક 12 લાખ મેટ્રીક ટન થશે. હાલ જૂનુ પડેલું મીઠું 50 હજાર મેટ્રીક ટન જેટલું છે. ખારાઘોડામાં મીઠાના કુલ ગંજા અંદાજે 800 જેટલા છે. રેલ્વેમાં વર્ષે નિકાસ – 4 લાખ મેટ્રીક ટન (વર્ષે) છે. તેમજ બાય રોડ મીઠાની નિકાસ – 4 લાખ મેટ્રીક ટન (વર્ષે) જેટલી છે.