- આ દેશમાં સમોસા પર બેન
- સમોસા બનાવવા,ખરીદવા તથા ખાવા પર મળે છે સજા
- આ પાછળનું કારણ છે ચોંકાવનાર
સમોસા એ ભારતના લોકોનો લોકપ્રિય નાસ્તો છે. જ્યારે પણ ઘરમાં કોઈ મહેમાનો આવે તો આપણને સમોસા જ માંગવવાનું મન થતું હોય છે.તેનું કારણ છે તેનો સ્વાદ, જે વડીલોથી લઈને બાળકો સુધી દરેકને પસંદ હોય છે.અને આખા ભારતમાં તમને ગમે ત્યાં સમોસા જોવા મળશે અને ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેને સમોસા ન ભાવતા નહીં હોય. જો તમે પણ સમોસાના શોખીન છો તો શું તમે જાણો છો કે, દુનિયામાં એક એવો દેશ છે જ્યાં સમોસા ખાવા પર પ્રતિબંધ છે, તમે ત્યાં સમોસા ખાઈ શકતા નથી.તમને આ સાંભળીને આશ્ચર્ય થયું હશે, પરંતુ આ વાત બિલકુલ સાચી છે.
અમે વાત કરી રહ્યા છીએ સોમાલિયાની, જ્યાં કોઈ ભૂલથી પણ સમોસા ખાઈ શકતું નથી. અહીં સમોસા પર પ્રતિબંધ મૂકવાનું કારણ પણ વિચિત્ર છે. ખરેખર, અહીં સમોસા તેના શેપને કારણે બેન છે કારણ કે સમોસાનો આકાર ત્રિકોણ છે. સોમાલિયામાં એક ઉગ્રવાદી જૂથનું માનવું છે કે,સમોસાનો ત્રિકોણીય રૂપ ક્રિશ્ચન કમ્યુનીટીનાં નજીક છે. તે તેમના પવિત્ર ચિહ્નને મળતો આવે છે.આ કારણે સોમાલિયામાં સમોસા પર બેન છે.
આ દેશમાં સમોસા બનાવવા, ખરીદવા અને ખાવા એ સજાને પાત્ર છે. અમુક રિપોર્ટમાં આ પણ દાવો છે કે,સોમાલિયામાં સમોસા પર પ્રતિબંધ છે કારણ કે અહીં મરેલ પ્રાણીઓના માંસનો ઉપયોગ સમોસામાં થતો હતો. આ સિવાય એવું પણ કહેવાય છે કે સોમાલિયામાં સમોસાને આક્રમકતાનું પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે તેના પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે
ભારતમાં મોટા ભાગના સ્થળોએ સમોસા વેચાતા જોવા મળશે. આ સ્વાદિષ્ટ નાસ્તો લોટ કે મેંદા સાથે બટેટાનો મસાલો ભરીને બનાવવામાં આવે છે. આ ખાવા માટે ચટણી સાથે પીરસવામાં આવે છે.16મી સદીના મુઘલ યુગના દસ્તાવેજ ‘આઈને અકબરી’માં સમોસાનો ઉલ્લેખ છે. માત્ર ભારતમાં જ નહીં, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને દક્ષિણ એશિયામાં લોકો સમોસા ખાવાનું ખૂબ પસંદ કરે છે.