- દ.આફ્રીકાથી મેરઠ આવેલી મહિલા કોરોના સંક્રમિત
- સેમ્પલ તપાસ માટે દિલ્હી મોકલાયા
- ઓમિક્રોનના ભયને લઈને એલર્ટ જારી
દેશભરમાં કોરોનાના નવા વેરિએન્ટના કેસો સતત વધી રહ્યા છે ત્યારે ઓમિક્રોનને લઈને દરેક રાજ્ય સતર્ક હોવા છત્તા દેશમાં 145ને પાર કેસની સંખ્યા જોવા મળી રહી છે ,વિદેશથી આવતા નાગરીકોમાં આ વેરિએન્ચથી પૃષ્ટિ થઈ રહી છે ત્યારે વિતેલા દિવસે ઉત્તરપ્રદેશના મેરઠ જીલ્લામાં પણ ઓમિક્રોન વેરિએન્ટે દસ્તક આપી છે.
મળતી વિગત પ્રમાણે દક્ષિણ આફ્રિકાના મલાવીથી પરત ફરેલી મહિલામાં કોરોનાના સંક્રમણની પુષ્ટિ થતાં ખળભળાટ મચી ગયો છે. ઓમિક્રોન સંકટને ધ્યાનમાં રાખીને મેરઠ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહિલાના સેમ્પલને જીનોમ સિક્વન્સિંગ માટે દિલ્હી મોકલવામાં આવ્યા છે. સંપર્કમાં આવેલા અન્ય 21 લોકોના સેમ્પલ પણ તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
આ સાથે જ તાત્કાલિક ડીએમ કે. બાલાજીએ શનિવારે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. વિદેશથી આવનારાઓ પર દેખરેખ અને સેમ્પલિંગ વધારવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. શહેરની પોશ કોલોનીમાં આફ્રિકાથી માતા-પિતાના ઘરે પરત ફરેલી મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.સ્વાસ્થ્ય વિભાગે આપેલી માહિતી પ્રમાણે 12 ડિસેમ્બરે મહિલા એરપોર્ટથી સીધી મેરઠ પહોંચી હતી. તેનું ઘર નોઈડામાં છે. એરપોર્ટ પરથી માહિતી મળ્યા બાદ આરોગ્ય વિભાગે મહિલાના સેમ્પલિંગ કર્યા હતા. રિપોર્ટ પોઝિટિવ આવતાં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી.