નવી દિલ્હી: ચંદ્રયાન બાદ હવે ઈસરો પોતાની મહત્વકાંક્ષી સમુદ્રયાનની યોજનાની તૈયારીમાં લાગી ગયું છે. ઈસરોએ સમુદ્રયાન મિશનમાં મોટી સફળતા પ્રાપ્ત કરી છે. રવિવારે બંગાળની ખાડીમાં સમુદ્રની અંદર કેટલાક ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે. તેના પછી પૃથ્વી વિજ્ઞાન મંત્રી કિરેન રિજિજૂએ કહ્યુ છે કે સમુદ્રયાન મિશનને 2025ના આખર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. તેમણે કહ્યુ છે કે ભારત સમુદ્રના ઊંડાણમાં પણ શોધખોળ માટે તૈયાર છે.
શું છે ખાસિયત?
કિરેન રિજિજૂએ કહ્યુ છે કે ભારત સમુદ્રમાં 6 કિલોમીટરની ઊંડાઈ સુધી પોતાના વૈજ્ઞાનિકોને મોકલવાની તૈયારી કરી રહ્યુંછે. આ મિશનથી સમુદ્રના ઊંડાણમાં છૂપાયેલા રહસ્યો પરતી પડદો ઉઠી શકશે. આ સબમરીન વૈજ્ઞાનિક સેન્સર અને ઉપકરણોથી સજ્જ હશે અને તેની સંચાલન ક્ષમતા 12 કલાકની હશે. તેને ઈમરજન્સીની સ્થિતિમાં 96 કલાક સુધી વધારી શકાય છે. અત્યાર સુધી અમેરિકા, રશિયા, ચીન, ફ્રાંસ અને જાપાન જેવા દેસોએ ઊંડા સમુદ્રમાં મિશનને સફળતાપૂર્વક પાર પાડયા છે. ભારત આવા મિશન માટે વિશેષજ્ઞતા અને ક્ષમતાનું પ્રદર્શન કરીને આ દેશોની શ્રેણીમાં સામેલ થવા માટે તૈયાર છે.
તેનાથી શું ફાયદો થશે?
કોબાલ્ટ, મેગેંનીઝ અને નિકલ સિવાય રાસાયણિક જૈવ વિવિધતા, હાઈડ્રોથર્મલ વેન્ટ અને ઓછા તાપમાનવાળા મિથને ગેસની ભાળ મેળવવામાં આવશે. આ મિશનમાં ભારત મત્સ્ય સબમર્સિબલમાં ત્રણ લોકોને મોકલશે. આ સબમર્સિબલ 6 હજાર મીટરના ઊંડાણ સુધી દબાણ સહન કરવાની ક્ષમતા ધરાવે છે. આ સબમર્સિબલ પાણીની અંદર 12થી 16 કલાક સતત કામ કરી શકે છે. તેમાં 96 કલાક માટે પુરતી ઓક્સિઝન સિસ્ટમ હશે. મત્સ્ય 6 હજાર સબમર્સિબલ સમુદ્રમાં જહાજના સંપર્કમાં રહેશે. મત્સ્ય 6000 25 ટનનું છે અને તેની લંબાઈ 9 મીટર તથા પહોળાઈ 4 મીટર છે.
6000 કરોડનું છે બજેટ
આ આખી સમુદ્રયાન યોજના માટે 6 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. તેમાં લાગેલા સબમર્સિબલને મત્સ્ય-6000 નામ આપવામાં આવ્યુંછે. તેને ટાઈટેનિયમ ધાતુથી બનાવવામાં આવ્યું છે. તેનો વ્યાસ 2.1 મીટર છે. આ યાન ત્રણ લોકોને સમુદ્રના ઊંડાણમાં લઈ જવા માટે સક્ષમ છે.