નાગપુરઃ પર્વતારોહી સંતોષ યાદવજીએ આરએસએસના વિજ્યાદશમી કાર્યક્રમમાં મુખ્યઅતિથી તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે તેમણે કહ્યું કે, સનાતન સંસ્કૃતિ સર્જનની પ્રેરણા આપે છે. આ પહેલો પ્રસંગ છે જ્યાં દશેરાના કાર્યક્રમમાં સંધ દ્વારા કોઈ મહિલાને મુખ્ય અતિથી તરીકે બોલાવ્યાં હતા. બીજી તરફ મોહન ભાગવતે કહ્યું કે, દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધી છે.
આ પ્રસંગ્રે સંતોષ યાદવજીએ જણાવ્યું હતું કે, લોકો મારા હાવ-ભાવ જોઈને પૂછે છે કે આપ સંઘી છો ? તેમને જવાબ આપતા કહ્યું છું કે, એ શું હોય છે, આજે કિસ્મત મને સર્વોચ્ચ મંચ ઉપર લઈને આવી છે.
સંતોષ યાદવજીએ એક કિસ્સો યાદ કરીને કહ્યું કે, જેએનયુમાં એકવાર પર્યાવરણ ઉપર બોલી રહી હતી ત્યારે કેટલાક વિદ્યાર્થીઓે પૂછ્યું કે, અમને રામચરિતમાનસ અને ગીતા કેમ વાંચવાનું કહેવાય છે, ત્યારે મે તેમને કહ્યું કે, તમે આ વાંચ્યાં છે ખરા, ત્યારે વિદ્યાર્થીઓએ ઈન્કાર કર્યો હતો. તે સમયે મે કહ્યું કે, વાંચ્યા વિના આપ આ પુસ્તકને લઈને દ્રેષ કેમ રાખી રહ્યાં છો, તમે તેને વાંચે, સનાતન સંસ્કૃતિ સર્જનની પ્રેરણા આપે છે.
સંતોષ યાદવજી પહેલી એવા મહિલા છે જેમણે બે વાર માઉન્ટ એવરેસ્ટ સર કર્યો છે. પ્રથમવાર મે 1992 અને બીજીવાર મે 1993માં એવરેસ્ટના શિખર ઉપર પહોંચ્યાં હતા અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ ઉપરાંત કાંગસુંગ તરફથી માઉન્ટ એવરેસ્ટ ઉપર સફળતાપૂર્વક ચડનારા પ્રથમ મહિલા પણ છે. હરિયાણાના રેવાણી જિલ્લામાં વર્ષ 1968માં તેમનો જન્મ થયો હતો. તેમને વર્ષ 2000માં ભારત સરકારે પદ્મશ્રીથી સન્માનિત કર્યાં હતા.
આરએસએસની સ્થાપના બાદ દર વર્ષે નાગપુરમાં દશેરા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 1925થી આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે પુરુષ અગ્રણી ઉપસ્થિત રહે છે. સંઘ દ્વારા વર્ષ 1936માં મહિલા વિંગ રાષ્ટ્ર સેવિકા સમિતિની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ પ્રથમવાર કોઈ મહિલા દશેરાના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યાં છે.