Site icon Revoi.in

વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ રૂ. 4800 કરોડના નાણાકીય ખર્ચ સાથે મંજૂરી અપાઈ

Social Share

નવી દિલ્હીઃ આજરોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ (VVP) ના અમલીકરણની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.

નોંધનીય છે કે 15 ફેબ્રુઆરી, 2023 ના રોજ કેન્દ્ર સરકારે અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, ઉત્તરાખંડ અને ઉત્તરી સરહદે આવેલા 19 જિલ્લાના 46 બ્લોકમાં કેન્દ્રીય પ્રાયોજિત યોજના તરીકે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ (VVP) શરૂ કર્યો હતો. કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખને પસંદગીના ગામોના વ્યાપક વિકાસ માટે નાણાકીય વર્ષ 2022-23 થી 2025-26 માટે રૂ. 4800 કરોડના નાણાકીય ખર્ચ સાથે મંજૂરી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમનો હેતુ સરહદી ગામોનો વ્યાપક વિકાસ કરવાનો છે. જેથી કરીને લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો કરી શકાય અને આ ગામોમાંથી સ્થળાંતર અટકાવી શકાય છે. VVP ની પરિકલ્પના ત્રણ સ્તરે પરિણામ સૂચકાંકોથી સજ્જ પરિણામલક્ષી કાર્યક્રમ તરીકે કરવામાં આવી છે. આ ત્રણ સ્તર ગામ, કુટુંબ અને લાભાર્થી છે.