Site icon Revoi.in

રશિયા પર પ્રતિબંધો – યુએસ, યુકે અને ઈયુ સહીતના આ દેશોએ લગાવ્યા આકરા પ્રતિબંધો

Social Share

દિલ્હીઃ- રશિયાએ યુક્રેન પર હુમલો કરી દીધો છે ત્યારે હવે રશિયાની વિશ્વભરમા નિંદા થઈ રહી છે, અનેક લોકો રશિયાના આ વલણ પર નારાજ જોવા મળે છે,યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ વિશ્વના ઘણા દેશો મોસ્કો પર સતત કડક પ્રતિબંધો લાદી રહ્યા છે. અમેરિકા, બ્રિટનની સાથે યુરોપિયન યુનિયન, જાપાન, ઓસ્ટ્રેલિયા અને તાઈવાન જેવા દેશો પણ આ કડીમાં જોડાયા છે. તેના દ્વારા વિશ્વભરના નેતાઓ ક્રેમલિન પર દબાણ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે.

રશિયન દળો યુક્રેનની રાજધાની કિવની નજીક પહોંચી ગયા છે અને ઘણા યુક્રેનિયન શરણાર્થીઓએ પાડોશી દેશોમાં આશરો લીધો છે. મોસ્કો પર અત્યાર સુધી લાદવામાં આવેલા કેટલાક પ્રતિબંધો નીચે મુજબ છે

ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસને પ્રતિબંધોના બીજા એપિસોડની જાહેરાત કરી છે. આ હેઠળ, 25 લોકો પર મુસાફરી પ્રતિબંધ ઉપરાંત, ચાર નાણાકીય સંસ્થાઓ અને સૈન્ય ગિયરના વિકાસ અને વેચાણની સંસ્થાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

અમેરિકા

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને શુક્રવારે રશિયા સામેના તેમના પ્રતિબંધોને વધુ લંબાવતા, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને તેમના વિદેશ પ્રધાન સેર્ગેઈ લવરોવની મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો.યુએસએ ચાર રશિયન બેંકોને નાણાકીય સહાય આપવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સિવાય અત્યાધુનિક ટેક્નોલોજી સુધી તેની પહોંચને પ્રતિબંધિત કરવી અને રશિયન ધારાશાસ્ત્રીઓના અમેરિકા પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો

યુરોપીયન યુનિયન

યુરોપિયન યુનિયને શુક્રવારે રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને વિદેશ મંત્રી લાવરોવ પર પણ મુસાફરી પ્રતિબંધો લાદ્યા હતા. રશિયા પર પ્રતિબંધોના વ્યાપક પેકેજને મંજૂરી આપવા માટે બ્રસેલ્સમાં યોજાયેલી ઈયુ વિદેશ પ્રધાનોની બેઠકમાં આ પગલા પર સંમત થયા હતા.

આ સાથે જ ઈયુ  નેતાઓ દ્વારા રાતોરાત સમિટમાં મંજૂર કરાયેલ પ્રતિબંધ પેકેજ રશિયાના નાણાકીય, ઉર્જા અને પરિવહન ક્ષેત્રોને અસર કરે છે અને EU બેંકોમાં મોટી માત્રામાં રોકડ રાખવાની રશિયાની ક્ષમતાને નિયંત્રિત કરે છે. સંઘે પ્રદેશના 27 દેશોમાં રશિયન નાગરિકોના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

કેનેડા

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ શુક્રવારે અન્ય વૈશ્વિક નેતાઓની જેમ પુતિન અને લાવરોવ પર મુસાફરી પ્રતિબંધો લાદ્યા હતા. વધુમાં, ટ્રુડોએ “કેનેડાના સમર્થન સાથે રશિયાને SWIFT પેમેન્ટ સિસ્ટમમાંથી પાછી ખેંચી લેવાનો સંકેત આપ્યો હતો, જે વૈશ્વિક બેંકિંગ સિસ્ટમનો એક મહત્વપૂર્ણ ભાગ છે.”

બ્રિટન

યુકે સરકારે શુક્રવારે પણ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અને તેમના વિદેશ પ્રધાન, સેરગેઈ લવરોવની તમામ સંપત્તિઓને ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો હતો ,બ્રિટિશ ટ્રેઝરીએ બંને લોકો સામે નાણાકીય પ્રતિબંધો લાદતી નોટિસ જારી કરી છે. આ બંનેને એ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે જેમની સંપત્તિ અને બેંક ખાતા પહેલાથી જ ફ્રીઝ કરવામાં આવ્યા છે.