Site icon Revoi.in

ઉનાળામાં ત્વચા માટે બેસ્ટ છે ચંદન,ઠંડક પણ આપશે

Social Share

આયુર્વેદમાં ચંદનનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે.તેમજ ત્વચાની સંભાળ માટે ચંદનનો ઉપયોગ ઘણા વર્ષોથી કરવામાં આવે છે.જેમકે ચહેરા પરની ત્વચામાં થતા ખીલ, ખીલના ડાઘ, સોજો, આંખ નીચેના કાળા કુંડાળા, તેમજ કાળી ફોલ્લીઓ વગેરે કોઈપણ સમસ્યાને દૂર કરવા અને ત્વચાને થતા કોઈપણ પ્રકારના નુકસાનને રોકવા ચંદનનો કુદરતી અને અસરકારક રીતે ઉપયોગમાં કરવામાં આવે છે.

હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે તમે ચંદનમાંથી પેસ્ટ બનાવી શકો છો અને તેનો નિયમિત ઉપયોગ તમારા ચહેરા પર કરી શકો છો, જેનાથી તમારી ત્વચા માટે ઘણા ફાયદા થાય છે.

ત્વચા પર ચંદનની ઠંડી અસર હીટસ્ટ્રોકને અટકાવી શકે છે.તે ત્વચાને અંદરથી ઠંડક આપે છે અને ગરમીને થતા અટકાવે છે.આ સિવાય ચંદન ઘા અને ડાઘ પણ ઓછા કરે છે.આ માટે તમે ચંદનની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવી શકો છો.

એન્ટીબેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણોથી સમૃદ્ધ છે ચંદન,જે પિમ્પલ્સ અને ખીલને કારણે થતી બળતરાને ઘટાડવામાં પણ મદદ કરે છે.ચહેરા પર ચંદન લગાવવાથી તે પિમ્પલ્સ થતા અટકાવે છે અને તમારા ચહેરા પર ખીલ હોય તો પણ તેને ફેલાતા અટકાવે છે.તેની એન્ટિબેક્ટેરિયલ ગુણ ત્વચાના બેક્ટેરિયાને અટકાવે છે અને ત્વચાની સમસ્યાઓ ઘટાડે છે.તમે ચંદનમાં કપૂર અને હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવી શકો છો.

ચંદન શુષ્ક ત્વચા, ક્રેકીંગ, ફ્લેકીંગ અને કરચલીઓ જેવી ત્વચાની સ્થિતિઓને ઠીક કરવામાં મદદ કરે છે. તે પિત્ત દોષોના અસંતુલનને ઘટાડે છે, જેના કારણે ત્વચા પર ખીલ, બ્લેકહેડ્સ, લાલાશ અને ત્વચા પર ઇચિંગ જેવી સમસ્યા શરૂ થાય છે.તે ક્ષતિગ્રસ્ત ત્વચા કોષોને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરે છે, ત્વચાના રંગને પ્રોત્સાહન આપે છે અને ત્વચાની ચમક અને ચમક જાળવી રાખે છે.