Site icon Revoi.in

અમદાવાદ મંડળ ખાતે “નો પ્લાસ્ટિક ડે” ની થીમ પર સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરવામાં આવી

Social Share

અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી તરુણ જૈનના નિર્દેશન હેઠળ 16 સપ્ટેમ્બરથી 02 ઓક્ટોબર 2021 સુધી સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરવામાં આવી રહી છે.

મંડળ રેલ પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, અમદાવાદ મંડળ ખાતે  28 સપ્ટેમ્બર 2021 ના રોજ “નો પ્લાસ્ટિક ડે” થીમ અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તે હેઠળ મંડળની વિવિધ ઓફિસોમાં સઘન સાફ સફાઈ કરવામાં આવી હતી. મંડળ ખાતેની ઓફિસોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર નિયંત્રિણ કરવા અને તેને હતોસ્તાહિત કરવા માટેની માહિતી આપવામાં આવી હતી. અમદાવાદ સ્ટેશન પરના વિક્રેતાઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

ડીઆરએમ જૈને તમામ કર્મચારીઓને તેમની દિનચર્યામાં પ્લોગિંગનો સમાવેશ કરવા જણાવ્યું અને સમોસા, કચોરી અને સેન્ડવીચ વગેરેના કેટરિંગ ઉપયોગ માટે લીલા પાંદડા વાપરવા કહ્યું તથા રેલવે કર્મચારીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું ઉપરાંત રિયુઝેબલ બેગ નો ઉપયોગ પણ કરવાનું જણાવવામાં આવ્યું હતું. આ ક્રમમાં આજે અમદાવાદ, મહેસાણા, પાલનપુર વગેરે સ્ટેશનો પર કોટન બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.