- સંજય અરોરા દિલ્હીના નવા પોલીસ કમિશનર
- 1988 બેચના IPS અધિકારી
- રાકેશ અસ્થાનાની લેશે જગ્યા
દિલ્હી:સંજય અરોરા દિલ્હીના નવા પોલીસ કમિશનર બનશે તેઓ રાકેશ અસ્થાનાનું સ્થાન લેશે. 1988 બેચના તમિલનાડુ કેડરના IPS સંજય અરોરા ITBPના ડાયરેક્ટર જનરલ પણ રહી ચૂક્યા છે. સંજય અરોરાએ 1997 થી 2000 સુધી ઉત્તરાખંડના મતલીમાં ITBPની બટાલિયનની કમાન સંભાળી હતી.
અર્ધલશ્કરી દળમાં ડેપ્યુટેશન પર કમાન્ડન્ટના પદ પર આવેલા કેટલાક IPSમાંથી સંજય અરોરા છે. સંજય અરોરાએ 1997 થી 2002 સુધી કમાન્ડન્ટ તરીકે પ્રતિનિયુક્તિ પર ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) માં સેવા આપી હતી.
સંજય અરોરાએ એડિશનલ કમિશનર ક્રાઈમ, હેડક્વાર્ટર અને એડિશનલ કમિશનર ટ્રાફિક તરીકે ચેન્નાઈ સિટી પોલીસનું નેતૃત્વ કર્યું. પ્રમોશન પછી તેઓ તમિલનાડુ પોલીસમાં ADGP (સંચાલક) અને ADGP (પ્રસાશન) તરીકે નિયુક્ત થયા.