Site icon Revoi.in

‘દેવદાસ’, ‘બાજીરાવ મસ્તાની’ અને ‘પદ્માવત’ જેવી શાનદાર ફિલ્મો બનાવનાર સંજય લીલા ભણસાલીનો જન્મદિવસ

Social Share

‘દેવદાસ’,’બાજીરાવ મસ્તાની’અને’પદ્માવત’જેવી શાનદાર ફિલ્મો બનાવનાર પ્રખ્યાત નિર્દેશક અને નિર્માતા સંજય લીલા ભણસાલી 24 ફેબ્રુઆરીએ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમના જન્મદિવસના વિશેષ પ્રસંગે,અમે તેમના દ્વારા બનાવેલી ફિલ્મોનો ઉલ્લેખ કરવા જઇ રહ્યા છીએ,જેને હિન્દી સિનેમાને ઉત્કૃષ્ટ બનાવ્યું.

સંજય લીલા ભણસાલીનો જન્મ 24 ફેબ્રુઆરી 1963 ના રોજ મુંબઇમાં થયો હતો. તેણે તેની કારકિર્દીમાં બોલીવુડને જેટલી પણ ફિલ્મો આપી છે,તેમાંથી ઘણી ફિલ્મો હિટ સાબિત થઇ છે. ભણસાલીએ મુંબઈની લાલા લાજપત રાય કોલેજથી કોમર્સમાં ગ્રેજ્યુએશન,ફિલ્મ અને ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાથી ફિલ્મ મેકિંગનો કોર્સ કર્યો હતો.

ભણસાલીએ 1999 માં એસએલબી ફિલ્મ્સ નામથી પ્રોડક્શન હાઉસની શરૂઆત કરી હતી. તેની ફિલ્મોની વિશેષ વાત એ છે કે, તેની ફિલ્મોના સેટ ખુબ જ શાનદાર અને ખર્ચાળ હોય છે. 2015 માં તેમને પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને ઘણી વાર ફિલ્મફેર એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. આમાં ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’,’દેવદાસ’,’બ્લેક’ માટેના શ્રેષ્ઠ નિર્દેશકનો ફિલ્મફેર એવોર્ડ પણ સામેલ છે.

સંજય લીલા ભણસાલીની પ્રખ્યાત ફિલ્મો છે ખામોશી: ધ મ્યૂઝિકલ, હમ દિલ દે ચૂકે સનમ,દેવદાસ,બ્લેક,સાવરિયા,ગુજારીશ,ગોલિયોં કી રાસલીલા રામલીલા. જ્યારે સંજય લીલા ભણસાલીએ ટેલિવિઝન પર નિર્માતા તરીકે ‘સરસ્વતીચંદ્ર’ને પ્રોડ્યુસ કરી તો બીજી તરફ 2008 માં સ્ટેજ ઓપેરા પદ્માવતીના ડિરેક્ટર પણ રહ્યા.

ભણસાલીની ફિલ્મ દેવદાસ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. ટાઇમ્સ મેગેઝિને આ ફિલ્મને સદીની 100 શ્રેષ્ઠ ફિલ્મ્સની સૂચિમાં મૂકી છે. તેની ફિલ્મ ‘પદ્માવત’ ને લઇને ભારે હંગામો થયો હતો. હવે તેની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ની દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

-દેવાંશી