નવી દિલ્હીઃ સંત ઘાસીદાસજીની આજે જન્મ જ્યંતિની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. તેમજ છત્તીસગઢ સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. છત્તીસગઢમાં સંત ઘાસીદાસજીએ કોઈ ભૂખ્યુ ના રહે તે માટે વિવિધ સ્થળો ઉપર સદાવ્રત ખોલ્યા હતા. એટલું જ નહીં સમાજ સુધારા માટે વિવિધ કામગીરી કરીને સમાજને નવી દિશા બતાવી છે.
છત્તીસગઢના રાયપુરમાં ચર્મકાર પરિવારમાં 18મી ડિસેમ્બરના રોજ સંત ઘાસીદાસજીનો જન્મ થયો હતો. તેઓશ્રીના નેતૃત્વમાં વંચિત સમાજના લાખો લોકોએ ખોવાયેલી અસ્મિતાને ફરી પ્રાપ્ત કરી છે. ગામમાં કોઈ ભૂખ્યું ન રહે, એના માટે તેઓશ્રીએ સ્થાન સ્થાન પર સદાવ્રત ખોલ્યા, જ્યાં સૌને નિ:શુલ્ક ભોજન કરાવવામાં આવતું. સમાજ સુધારની દ્રષ્ટિએ પશુબલિના સ્થાને નાળિયેર ચઢાવવાની પરંપરા ને છત્તીસગઢમાં તેમણે આગળ વધારી છે.
તેમના નેતૃત્વમાં કેટલાક નિયમો અને વ્યવસ્થાઓ નિશ્ચિત થઈ છે. નિયમો અને વ્યવસ્થાઓ અનુસાર, વંચિત જાતિઓએ યજ્ઞોપવિત,ચંદન,સૂર્ય ઉપાસનાનો સ્વીકાર કરવો, ગાયને પૂજ્ય માની ખેતરે હશે ન જોતરવી અને લોકનાયક કૃષ્ણ નો આદર્શ હંમેશાં સામે રાખી કૃષ્ણની ભક્તિ કરવી. આ સંપ્રદાયમાં સફેદ રંગના ધ્વજને જાતિભેદ મુક્ત સમરસ સમાજ વ્યવસ્થાનું પ્રતિક માનવામાં આવે છે. સંત ઘાસીદાસજીએ मनखे मनखे एक समान। એટલે કે, વ્યક્તિ વ્યક્તિ એક સમાન મંત્ર આપ્યો હતો.