1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સામખીયાળીથી સાંતલપુર ઝડપથી પહોંચી શકાશે, સિક્સ લેન નેશનલ હાઇવેનું ખાતમુહૂર્ત કરાશે
સામખીયાળીથી સાંતલપુર ઝડપથી પહોંચી શકાશે, સિક્સ લેન નેશનલ હાઇવેનું ખાતમુહૂર્ત કરાશે

સામખીયાળીથી સાંતલપુર ઝડપથી પહોંચી શકાશે, સિક્સ લેન નેશનલ હાઇવેનું ખાતમુહૂર્ત કરાશે

0
Social Share

અમદાવાદઃ 25 ફેબ્રુઆરીએ રાજકોટમાં યોજાનારા કાર્યક્રમમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સૌરાષ્ટ્ર વિસ્તારના સામખીયાળી-સાંતલપુર નેશનલ હાઈવે, ભાવનગર-તળાજા નેશનલ હાઈવે અને ભાવનગર-પીપળી નેશનલ હાઈવે પરના કુલ આશરે રૂ. 3882 કરોડના વિકાસ કામોના ઓનલાઈન ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. રેસકોર્ષ મેદાન ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં કચ્છ અને પાટણને જોડતા સામખીયાળીથી સાંતલપુર નેશનલ હાઈવે-27 પર રૂ.1554 કરોડના ખર્ચે બનનારા આશરે 90.90 કિલોમીટર લંબાઈના સિક્સલેન હાઈવેનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે.

આ હાઇવે હરિયાણા, પંજાબ, કાશ્મીર તથા હિમાચલ પ્રદેશ જેવા જમીનથી ઘેરાયેલા રાજ્યોને ગુજરાતના મુખ્ય વ્યાપારી બંદરો એવા કંડલા, મુન્દ્રા અને જામનગર સાથે જોડવા માટે મુખ્ય માર્ગ તરીકે ઉપયોગી બનશે. તેમજ પાટણ, કચ્છ, મોરબી અને રાજકોટના મુસાફરોને વધુ ઝડપી અને સલામતકનેક્ટિવિટી પ્રદાન કરશે. આ ઉપરાંત, સૌરાષ્ટ્ર વિસ્તારના વિકાસ માટે લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડવા અને પ્રવાસનને ટેકો આપવા ભાવનગરથી તળાજા જૂના નેશનલ હાઈવે 8-ઈના આશરે 48.045 કિલોમીટરની લંબાઈના ફોરલેન હાઈવેના રૂ. 1185 કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવશે.

તેમજ ભાવનગરથી પીપળી નેશનલ હાઈવેના 32.510 કિલોમીટરની લંબાઈના ફોરલેન હાઈવેના રૂ. 1143 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ થશે. આ બંને પ્રોજેક્ટથી અલંગ બંદરનો વિકાસ થશે. તથા દીવ અને સોમનાથના મત્સ્યોદ્યોગ અને સિમેન્ટ ઉદ્યોગોના માલસામાનની હેરફેરમાં સરળતા થતા સ્થાનિક અર્થવ્યવસ્થાને વેગ મળશે. ઉલ્લેખનીય છે કે નેશનલ હાઇવેના ત્રણેય પ્રોજેક્ટનો આશય સ્થાનિકોને રોજગારીની તકો પૂરી પાડવાનો, માર્ગ સલામતી સુનિશ્ચિત કરવાનો, ઉત્તમ પરિવહન સુવિધાઓ આપવાનો અને મુસાફરીના સમયની બચત કરવાનો છે. જે આર્થિક, સામાજિક અને આરોગ્ય વિષયક સ્થાનિકોના જીવનધોરણની ગુણવત્તાને સુધારા તરફ દોરી જશે. પર્યાવરણની દ્રષ્ટિએ જોઈએ તો ટ્રાફિક ઓછો થતાં પ્રદૂષણના સ્તરમાં ઘટાડો થશે. તેમજ એવન્યુ વૃક્ષારોપણ આજુબાજુના વિસ્તારને હરિયાળું બનાવવામાં મદદરૂપ થશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code