Site icon Revoi.in

સરદાર પટેલની પ્રતિમા આવનારી પેઢીની જિજ્ઞાસાઓનો ઉત્તર આપવાની સાથે પ્રેરણા પુરી પાડશેઃ અર્જુન મુંડા

Social Share

અમદાવાદઃ કેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રી અર્જુન મુંડાએ નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસર નિહાળી ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. સરદાર સાહેબની દુરંદેશીતાના પરિણામે આજે ભારત દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશના રૂપમાં સ્થાપિત થયો છે તેમ જણાવી મંત્રી અર્જુન મુંડાએ વિશ્વની આ સૌથી ઉંચી પ્રતિમા આવનારી પેઢીની જિજ્ઞાસાનો ઉત્તર આપશે અને પ્રેરણા પણ પુરી પાડશે, તેમ ઉમેર્યું હતું.

કેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રી અર્જુન મુંડાએ 45 માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હૃદયસ્થાનેથી અદભૂત નજારો પણ માણ્યો હતો. વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળ્યું હતું. તદ્દઉપરાંત, સરદાર વલ્લભભાઈ પટેલના જીવન-ચરિત્ર વિશેની ફિલ્મ નિહાળવા સહિત મ્યુઝીયમનું તસવીરી પ્રદર્શન પણ તેઓએ નિહાળ્યું હતું.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પોથીમાં પોતાના પ્રતિભાવો નોંધતા મંત્રીએ નોંધ્યું હતું કે, આ મારા માટે અત્યંત સૌભાગ્યની વાત છે કે આજે મેં સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. અહીંયા સરદાર સાહેબના ભવ્ય જીવન સંઘર્ષ અને ભારતની એકતાનું અભૂતપૂર્વ નિર્માણ થયું છે. જેમાંથી આવનારી પેઢીને તેમની જિજ્ઞાસાનો ઉત્તર અને પ્રેરણા મળશે. પીએમ નરેન્દ્ર મોદીએ આ અત્યંત મહત્વપૂર્ણ અને આવનારી પેઢી માટે એક ઉદાહરણરૂપ ભેટ આપી છે. આ વેળાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબના જીવન-કવનની ઝાંખી કરાવતો લેશર-શો પણ તેઓએ નિહાળ્યો હતો.