Site icon Revoi.in

સરદાર સરોવર નર્મદા ડેમ 80 ટકા ભરાયો, ઉપરવાસમાં સારા વરસાદને લીધે પાણીના આવક વધી

Social Share

રાજપીપીળાઃ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે,  જેની સાથે ડેમ 80 ભરાઈ ગયો છે, હાલ ડેમમાં 7,532.90 એમસીએમ પાણી ભરાયેલું છે. ડેમમાં ઉપરવાસમાં થયેલા સારા વરસાદના લીધે 69,607 કયુસેક પાણીની આવક થઈ રહી છે, સારી આવક થતા ડેમની સપાટી 123.49  મીટર પહોંચી ગઈ છે, એટલે કે તે ડેમની કુલ સપાટી કરતા માત્ર 6.4 મીટર જ ઓછું છે. 28મી જુલાઈના રોજ સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો હતો તેમાં ડેમની સપાટી 130.86 મીટરે પહોંચી હતી, અને ત્યારે પાણીનો જથ્થો  7,119.59  એમસીએમ  હતો. આ પછી એક જ અઠવાડિયાની અંદર ડેમમાં400 એમસીએમ પાણીની આવક થઈ હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ સરદાર સરોવર નર્મદા ડેમમાં ગત વર્ષે 4થી ઓગસ્ટના રોજ 4,416.65 એમસીએમ પાણીનો જથ્થો હતો. આ વર્ષે ઉપરવાસમાં સારા વરસાદને કારણે પાણીની સારીએવી આવક થઈ છે. હજુ પણ મધ્ય પ્રદેશના નર્મદાના ઉપરવાસમાં સોરોએવો વરસાદ પડી રહ્યો છે. એટલે પાણીની આવક વધશે. જળ સંસાધન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યના 207 મુખ્ય જળાશયોમાં સરેરાશ જળસ્તર 68.03 ટકા હતું. 33 જળાશયો એવા છે કે જે સંપૂર્ણ ભરાઈ ગયા છે. યારે 48 જળાશયો એવા છે કે જે તેની સંપૂર્ણ ક્ષમતાના 70થી 100 ટકા વચ્ચે ભરેલા છે. સરદાર સરોવર સિવાયના 206 જળાશયોનો સંયુકત જળસંગ્રહ 17,187 એમસીએસ થાય છે. વધુમાં જણાવાયું કે, ગયા વર્ષે આ જ સમયે, આ 206 ડેમ 11,999 એમસીએમ હતા. હજુ પણ 38 જળાશયો એવા છે કે જે ૨૫ ટકા થી ૫૦ ટકા ભરેલા છે. તાજેતરમાં વરસાદ બાદ જે 33 ડેમ ભરાઈ ગયા છે તેમને એલર્ટ પર મુકવામાં આવ્યા છે.

જળ સંસાધન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ચિંતાજનક મુદ્દો એ છે કે ઉત્તર ગુજરાત 15 ડેમમાં જળસંગ્રહનું સ્તર માત્ર 27.24 ટકા જ છે. ડેમોમાં પાણીનું સંગ્રહ 526.62  એમસીએમ હતું જે પાછલા વર્ષે 4 ઓગસ્ટના રોજ 472.93  હતું. રાજ્યના અન્ય ભાગોની વાત કરીએ તો મધ્ય ગુજરાતના 17 ડેમો તેમની સંગ્રહ ક્ષમતાના 44.19 ટકા છે, યારે સૌરાષ્ટ્ર્રમાં 55.54 ટકા અને  કચ્છમાં 70.17 ટકા અને દક્ષિણ ગુજરાતના 74. ટકા કરતા વધુ  છે.