સાડી સા ફોલ સા મેટ કીયા રે આ સોંગ આપણે ઘણી વખત સાંભળતા હોઈે છીએ જો કે સાડીને ફોલ લગાવવામાં આવે છે તે વાત સૌ કોઈ જાણે છે પણ આ શરુઆત ક્યારથી થી અને શા માટે થી તે આજે આપણે જાણીશું. ફોલ હંમેશા મેચિંગ લગાવામાં આવે છે તો બેઝિક કારણ જોઈએ તો સાડીને આપણે કલ્લી વાળીએ છીએ તે કલ્લી સીઘી રહે તે માટે ફોલ લગાવામાં આવે છે ફોલથી સાહીનો વજર સીઘો મને છે.
સાડીમાં ફોલ લગાવવા માટે દુકાનોમાં લાઈન હોય છે,40 થી 100 રુપિયા આ માટે વસુલવામાં આવે છે. શહેરોમાં તમને ફૉલ મેચિંગ સેન્ટર પણ જોવા મળશે અને ઘણી બ્રાન્ડ્સ તો તેમની સાડીઓ સાથે ફૉલ પણ કસ્ટમાઈઝ કરીને બનાવે છે.
સાડીઓની વાત કરીએ તો 2500 ઈ.પૂ.માં પણ તેના પૂરાવા મળ્યા છે. મહિલાઓ સદીઓથી સાડી તો પહેરે જ છે, પરંતુ ફૉલનું ચલણ એટલું જૂનું નથી. સાડીમાં ફૉલ લગાવવાની શરૂઆત લગભગ 50 વર્ષથી જ થઈ છે.પહેલાં તો સાડીમાં ફૉલ લગાવવાનું ચલણ હતું જ નહી , એક રિપોર્ટ અનુસાર લગભગ 1970 આસપાસ મુંબઈમાં ફૉલની શરૂઆત થઈ હતી.
સાડીમાં પહેલાં તો ફૉલ લગાવવામાં આવતો નહોંતો, પરંતુ આઝાદી બાદ જેમ-જેમ સાડીઓમાં એમ્બ્રોઈડરી અને સ્ટોન વર્કવાળી સાડીઓનું ચલણ શરૂ થયું, તેમ-તેમ તેનું વજન પણ વધવા લાગ્યું.જેને કારણે ફોલ લગાવાની અનિવાર્યતા સર્જાય.
ફોલ લગાવાના કારણો કંઈક આવા છે.
સાડીઓની એક સમસ્યા એ છે કે, બે-ત્રણવાર ઉપયોગ કર્યા બાદ તે નીચેથી ઘસાવા લાગે છે. જેના કારણે નીચેનું કપડું ઘસાવા લાગે છે અને વળવા લાગે છે ફોલ ના કારણે આ સમસ્યા સર્જાતી નખથી
સાડીમાં જે કલ્લી વાળતા હોય છે તે કલ્લી ફોલના વજનથી સીઘી ટકી રહે છે.
જો સામાન્ય સુતરાઉ સાડી હોય તો પણ રોજ પહેરતાં તેનું કપડું ઘસાવા લાગે છે.તે ઘસાતુ નથી