ભારત અને બાંગ્લાદેશમાં મોટાભાગની મહિલાઓ સાડીઓ પહેવાનું પસંદ કરે છે. મહિલાઓમાં સાડીઓની ફેશન ક્યારેય જૂની થતી નથી. લગ્ન પ્રસંગ્ર સહિતના શુભપ્રસંગ્રોમાં મહિલાઓ બધાથી અલગ અને સુંદર દેખાવવા માટે મોંઘા આભુષણોની સાથે આધુનિક સ્ટાઈલમાં સાડી પહેરવાનું પસંદ કરે છે. સાડી એ કલાનું એક કાલાતીત અને અતુલ્ય સ્વરૂપ છે જે તેની અભૂતપૂર્વ સુંદરતા માટે પ્રિય છે. સાડીઓની લોકપ્રિયતા યથાવત છે અને રહેશે તેમાં કોઈ બેમત નથી.
- પરંપરાગત સાડી
બાંધણી અને રેશમની સાડીઓનો ક્રેઝ વર્ષોથી મહિલાઓમાં જોવા મળે છે. આજના આધુનિક અને ઝડપી જમાનમાં પણ બાંધણી અને રેશમની સાડીઓ મહિલાઓની પહેલી પસંદ રહી છે. પરંપરાગત સાડીઓ લગ્ન અથવા પ્રાસંગિક પ્રસંગો સૌથી વધારે પહેરવાનું પસંદ કરે છે. આવી સાડી પહેરવાની સ્ટાઈલ દરેક પ્રદેશમાં અલગ અલગ હોય છે. એમાં પણ હવે અવનવી સ્ટાઈલનો ઉમેરો થયો છે.
- બંગાલી સ્ટાઈલ
ટ્રેડિશનલ લૂક માટે મહિલાઓ બંગાલી સ્ટાઈલની સાડી પહેરવાનું પસંદ કરે છે. આ સ્ટાઈલને સરળતાથી કેરી શકાતી હોવાથી મહિલાઓમાં સૌથી વધારે પ્રચલિત છે.
- પેન્ટ સ્ટાઈલ
કોલેજીયન યુવતીઓમાં પેન્ટ અને જેગિંગ સાડીઓની નવી ફેશન જોવા મળે છે. આ સાડી નોકરી અને વ્યવસાય કરતી યુવતીઓ પણ કંપનીની પાર્ટીઓ સહિતના પ્રસંગમાં રહેવાનું પસંદ કરે છે.
- નિવી સ્ટાઈલ
આંધ્રપ્રદેશમાં સૌથી પ્રચલિત નિવી સ્ટાઈલ સાડી હવે દેશના અન્ય રાજ્યની મહિલાઓમાં પણ પ્રચલિત થઈ છે. આ સ્ટાઈલની સાડી મહિલાઓ રોજિંદા જીવનમાં અથવા કોઈ કાર્યક્રમ કે ઉત્સવ દરમિયાન પણ પહેરી શકે છે.
- મુમતાઝ સ્ટાઈલ
લગ્ન પ્રસંગ્ર તથા અન્ય પ્રસંગ્રમાં મહિલાઓ હવે રેટ્રોલુક માટે મુમતાઝ સ્ટાઈલને પણ પસંદ કરે છે. આ સ્ટાઈલની સાડીથી મહિલાઓ પ્રસંગમાં કંઈક અલગ જ તરી આવે છે.
- લહંગા સ્ટાઈલ
હવે જન્યદિવસની પાર્ટીઓ તથા અન્ય પાર્ટીઓમાં યુવતીઓમાં લહંગા સ્ટાઈલ સૌથી પ્રચલિત છે. આધુનિક સ્ટાઈલમાં સાડી અને લહંગાનું મિશ્રિત જોવા મળે છે. આ સ્ટાઈલમાં સાડીને લહેંગાની જેમ પહેરવામાં આવે છે.
- કુર્ગી સ્ટાઈલ
આ એક અલગ જ સ્ટાઈલ છે. જેમાં પાટલી પાછળની બાજુએ આવે છે જેથી ચાલવામાં કોઈ તકલીફ ન પડે. યુવતીઓ પરિધાનમાં નવીનતા લાવવા આ સ્ટાઈલ અપનાવે છે.