Site icon Revoi.in

અમદાવાદ જિલ્લામાં 18થી વધુ વયના લોકો માટે કોરોના રસીની કામગીરી શરૂ કરવા સરપંચોની માંગ

Social Share

અમદાવાદઃ કોરોનાનું સંક્રમણને કારણે હવે લોકોમાં કોરોના વિરોધી વેક્સિન લેવા માટે જાગૃતી આવી છે.હવે ગામડાંના લોકો પણ વેક્સિન લેવા માટે અધિરા બન્યા છે. અમદાવાદ જિલ્લામાં 18થી 44 વયના લોકો માટે કોરોના વેક્સિન શરૂ કરવા માટે સરપંચોએ માંગ કરી છે. હાલ 45 વર્ષથી વધુ વયના લોકો 3.65 લાખમાંથી 99 ટકા લોકોને પ્રથમ ડોઝ અને એક લાખ લોકોને બીજો ડોઝ અપાઇ ગયો છે. જેથી હવે તેનાથી નીચેની વયના લોકો માટે કોરોના વેક્સિન શરૂ થાય તે માટે જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયત કચેરીમાં રજૂઆત કરાઇ છે.

કોરોનાની મહામારીમાં ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણ વધે તે પહેલા જ મોટાભાગના લોકોને કોરોનાની વેક્સિન મળી જાય તેવું  જિલ્લાના રાજકીય આગેવાનો માની રહ્યા છે. કોંગ્રેસે તો વારંવાર માંગ કરી છે. પરંતુ ભાજપના આગેવાનો પાર્ટી પ્રોટકોલના લીધે જાહેરમાં માંગ કરવાના બદલી સરપંચો પાસે બોલાડાવે છે. આ અંગે પૂછતા કેટલાક સરપંચોએ કહ્યું કે, ગામડાંમાં કોરોનાના કેસ ઘટ્યા છે. પરંતુ આંતર જિલ્લામાં અવરજવરની ઝડપ વધતાં જ કેસ વધશે. જિલ્લામાં 45 વયના લોકોએ ઉત્સાહભેર પ્રથમ ડોઝ લઇ લીધો હતો. જ્યારે બીજા ડોઝ માટે પણ લોકો ઉત્સાહપૂર્વક આવી રહ્યા રહ્યા છે.

બીજીતરફ જે લોકોનો બીજો ડોઝ બાકી હોય અને કોરોનામાં સંક્રમિત થયા હોય તેવા લોકોએ ત્રણથી ચાર મહિના રાહ જોવી પડે. જેથી આવા લોકોની સંખ્યા ઘટતી જાય. આમ 45 વયના ઉપરના લોકોના બીજા ડોઝમાં સંખ્યા ધીરે ધીરે વધશે. આ સ્થિતિમાં 18થી 44 વયના લોકો માટે રસીના પ્રથમ ડોઝની શરૂઆત કરવામાં આવે તો યુવા વર્ગને સંક્રમિત થતો રોકી શકાય. આ ઉપરાંત રોજબરોજ રસીના બગડી રહેલા ડોઝનો પણ બચાવ કરી શકાય. જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના અધિકારીએ કહ્યું કે, સરકાર તરફથી આદેશ થાય તો 18થી 45 વયના લોકોને રસી આપવાની શરૂ કરી દેવાશે. સરકાર તરફથી આયોજન ચાલી રહ્યું છે. કયારથી રસી આપવાની શરૂઆત કરાશે તે અંગે હાલ કહેવું મુશ્કેલ છે. જિલ્લાના આરોગ્ય વિભાગ તરફથી પૂરતી તૈયારીઓ છે. સરપંચોએ કહ્યુંકે, હાલ કોરોના કેસ ઘટી રહ્યા હોવાથી જિલ્લાના વિવિધ સેન્ટરો ઉપરાંત વધારાના સેન્ટરો પર કોરોનાની રસી આપવાની શરૂઆત થઇ શકશે. હાલ શરૂઆત નહીં થાય તો ચોમાસામાં રસીની કામગીરીમાં વારંવાર અડચણો ઉભી થશે. જેથી ચોમાસાને ધ્યાનમાં રાખી 18થી 44 વર્ષના લોકો માટે રસીની કામગીરી ત્વરિત શરૂ થવી જોઇએ.